Sat,20 April 2024,8:31 am
Print
header

આજથી જમ્મુ-કાશ્મીરમાં 2જી મોબાઇલ ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ સેવા શરૂ, સુપ્રીમે કેન્દ્ર સરકારને વિચાર કરવા કહ્યું હતુ

જમ્મુ-કાશ્મીરઃ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પછી આજથી જમ્મુ-કાશ્મીરના 5 જિલ્લાઓમાં 2જી મોબાઇલ ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવા 7 દિવસ માટે શરૂ કરી દેવામાં આવી છે, જમ્મુ, ઉધમપુર, સાંબા, કઠુઆ અને રિયાસીમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવાઇ છે, જેને કારણે સ્કૂલો-કોલેજો, બેંકો, હોસ્પિટલોમાં કામની સરળતા વધી જશે, એક અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે લોકોને ઇન્ટરનેટ સેવાનો લાભ મળવો જ જોઇએ, તેમને આ સેવાથી દૂર રાખવા યોગ્ય નથી, જેથી સરકારે તેના પર તાત્કાલિક વિચાર કરવો જોઇએ.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી લીધા પછી અહી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી, આતંકી ગતિવિધીઓ પર અંકુશ લાવવા અને દેશવિરોધી તત્વો અફવાઓ ફેલાવતા અટકે તે માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો હતો, પરંતુ હવે 6 મહિના પછી બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે, જો કે જરૂર જણાશે તો સુરક્ષાના કારણોસર કેન્દ્ર સરકાર દ્રારા ઇન્ટરનેટ સેવાઓ ગમે ત્યારે બંધ કરવામાં આવી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch