Fri,19 April 2024,10:52 pm
Print
header

જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનનો કહેર, ત્રણ સૈનિકો શહીદ, પાંચ નાગરિકોનાં મોત

- છેલ્લા 48 કલાકથી હિમસ્ખલન

- સેનાના 3 જવાનો શહીદ 

- 5 નાગરિકોનાં મોત 

- બચાવ કામગીરી ચાલુ 

જમ્મુ-કાશ્મીરઃ કુપવાડાના માછીલ સેક્ટરમાં હિમસ્ખલને કહેર વર્તાવ્યો છે, જેમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે, હજુ સેનાના એક ગુમ જવાનની શોધખોળ થઇ રહી છે, સેનાની ચોકીઓ પર અચાનક બરફ પડતા આ દુર્ઘટના થઇ હતી.

બીજી તરફ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગ વિસ્તારમાં બરફના તોફાનને કારણે 5 લોકોનાં મોત થઇ ગયા છે, અહીયા કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે.ઉપરાંત રામપુર અને ગુરેજ જેવા વિસ્તારોમાં પણ બરફના તોફાનની અસર જોવા મળી છે, નોંધનિય છે કે અગાઉ પણ જમ્મુ-કાશ્મીરમાં બરફમાં દબાતા સૈનિકો શહીદ થયાના બનાવ બન્યાં હતા, અને વધુ એક દુર્ઘટનામાં ત્રણ સૈનિકો શહીદ થયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch