(ડીજીપી જેલ હેમંત કુમાર લોહિયા અને ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ)
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના જેલ ડીજીપી હેમંત કુમાર લોહિયાની સોમવારે રાત્રે ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યારાએ કાચની બોટલથી ડીજીપીનું ગળું કાપી નાખ્યું હતું. પેટ પર અનેક ઘા મારવામાં આવ્યા હતા. હત્યારા આતંકીએ કેરોસીન છાંટીને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આતંકી સંગઠન TRFએ આ હત્યાની જવાબદારી લીધી છે. આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
ડીજીપી લોહિયાના નોકર બનેલા આતંકીએ આ કૃત્ય કર્યું છે. જે સીસીટીવી ફૂટેજમાં ઘટના બાદ ભાગતો જોવા મળ્યો છે. ડીજીપીના નોકરની ઓળખ રામબનના રહેવાસી યાસિર તરીકે થઈ છે, ડીજીપી લોહિયા દોમના વિસ્તારના ઉદઇવાલામાં પત્ની સાથે મિત્ર સંજીવ ખજુરિયાના ઘરે ગયા હતા.ખજુરિયાના ભાઈ રાજુ ખજુરિયા પોલીસમાં એસપીઓ છે, જે હાલમાં સંજીવની પીએસઓ પણ છે.પોલીસ તેની પૂછપરછ કરી છે.
ડીજીપીએ ઘરે આવીને નોકર યાસિરને માલિશ કરવા કહ્યું હતુ.ત્યાર બાદ બંને રૂમમાં ગયા હતા. થોડીવાર પછી ડીજીપીની ચીસો સાંભળીને મિત્રો અને તેના પરિવારજનો નીચે આવી ગયા હતા. દરવાજો અંદરથી બંધ હોવાનું જણાયું હતું. તેને તોડીને તેઓ રૂમમાં પ્રવેશ્યા અને ડીજીપીને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. તેમના શરીર પર ગળું કાપવા સહિત અનેક જગ્યાએ તિક્ષ્ણ હથિયારોથી ઘા માર્યાંના નિશાન હતા. માથું પણ દાઝી ગયું હતું.
#UPDATE | It has come to the fore that one domestic helper Yasir Ahmed is the main accused. Initial investigation reveals that he was quite aggressive in his behaviour and was also under depression as per sources: ADGP Jammu on the death of J&K DG Prisons HK Lohia
— ANI (@ANI) October 4, 2022
(file pic) pic.twitter.com/orXgOavYkG
ડીજીપીનું ગળું કાપ્યા બાદ ઓશીકા અને કપડાને કેરોસીનથી આગ લગાવીને તેમના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રૂમનો દરવાજો તૂટ્યો ત્યાં સુધીમાં યાસિર પાછલા દરવાજેથી ભાગી ગયો હતો.જો કે તે હવે પકડાઇ ગયો છે.
અમિત શાહની મુલાકાત પહેલા પડકાર
આતંકવાદી સંગઠને ચેતવણી આપતા કહ્યું છે કે આ હાઈપ્રોફાઈલ ઓપરેશનની શરૂઆત થઇ ગઇ છે. હિંદુત્વ શાસન અને ભાજપના નેતાઓને ખબર પડવી જોઇએ કે અમે ગમે ત્યા હુમલો કરી શકીએ છીએ. ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા આ હત્યા કરાઇ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29