શ્રીનગર: જમ્મુ- કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે ત્રણ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. નેશનલ કોન્ફરન્સના ઉમેદવારો ચૌધરી મોહમ્મદ રમઝાન, સજ્જાદ અહમદ કિચલૂ અને શમી ઓબેરોયે જીત મેળવી છે. જ્યારે ચોથી બેઠક પર ભાજપના સત શર્મા વિજયી થયા છે.
ભાજપના ઉમેદવારને તેમની ધારાસભ્ય સંખ્યા (28) કરતાં 4 વધારાના વોટ (કુલ 32) મળતાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ક્રોસ વોટિંગ અને ભાજપના ખેલ પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે.
ઓમર અબ્દુલ્લાએ નિવેદન આપ્યું કે, ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના તમામ વોટ યથાવત રહ્યાં, કારણ કે અમારા ચૂંટણી એજન્ટે દરેક મતદાનની સ્લીપ જોઈ હતી. અમારા કોઈ પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી. ભાજપના 4 વધારાના મત ક્યાંથી આવ્યાં તે સૌથી મોટો સવાલ છે. જો કે અહીં તો ક્રોસ વોટિંગનો ખેલ જ દેખાઇ રહ્યો છે.
જમ્મુ- કાશ્મીર વિધાનસભામાં ભાજપના 28 ધારાસભ્યો છે. નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 53 ધારાસભ્યોનું સમર્થન હતું. જેમાં NCના 41, કોંગ્રેસના 6 અને CPIના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. 7 અપક્ષ ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યોનું NC સરકારને સમર્થન છે. ઉપરાંત, પીડીપી પ્રમુખ મહબુબા મુફ્તીએ પણ પોતાના ત્રણ ધારાસભ્યોનું સમર્થન નેશનલ કોન્ફરન્સના ઉમેદવારોને આપ્યું હતું. આ સમર્થનને જોતાં NCના ત્રણ ઉમેદવારોની જીત પાક્કી હતી. જો કે, ભાજપને મળેલા વધારાના ચાર મતોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
બિહારમાં ભાજપની નવી બ્લૂ પ્રિંટઃ ભગવા રંગની ધૂમે ભાજપને બનાવ્યો સિનિયર પાર્ટનર, ભવિષ્યમાં બદલાઈ શકે છે ગઠબંધનનું સ્વરૂપ | 2025-11-14 18:38:21
કમળ અને તીરની આંધીમાં લાલટેનનો દીવો બુઝાયો, મહાગઠબંધનના સુપડાં સાફ | 2025-11-14 18:34:59
Bihar Assembly Elections: NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું, 160 થી વધુ બેઠકો પર આગળ | 2025-11-14 09:34:41
ગોપાલ ઇટાલીયા પર પ્રહાર, ધાનાણીએ કહ્યું આપ અને બાપે જગતના તાતને બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું | 2025-11-03 22:11:51
અમિત શાહ દ્વારા કો-ઓપ કુંભ 2025નું ઉદ્ઘઘાટન, પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ઉપસ્થિત રહ્યા હતા | 2025-11-15 18:46:33