Sun,08 September 2024,11:49 am
Print
header

Jammu Kashmir News: હવે ગામ લોકો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપશે, પોલીસ સ્ટેશનમાંથી સ્થાનિક લોકોને રાઈફલો અપાઇ

રાજૌરીઃ વિલેજ સિક્યુરિટી ગ્રુપ (VDG) ના સભ્યો માત્ર દૂરના ગ્રામીણ વિસ્તારોમાં આતંકવાદીઓ સામે લડવા માટે તૈયાર છે, અનેે હવે સામાન્ય લોકોને પણ આધુનિક હથિયારો આપવામાં આવી રહ્યાં છે. ગ્રામજનોને પોલીસ સ્ટેશન બોલાવીને SLR (સેલ્ફ લોડિંગ રાઈફલ) આપવામાં આવી રહી છે. હવે જો આતંકવાદીઓ કોઈપણ દૂરના ગ્રામીણ વિસ્તારમાં હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેમને ગ્રામજનો તરફથી જડબાતોડ જવાબ મળશે. તેઓ આતંકવાદીઓને ઠાર કરવામાં સક્ષમ છે. ગ્રામજનોને પોલીસ સ્ટેશન બોલાવીને એસએલઆર આપવામાં આવી રહ્યાં છે

છેલ્લા કેટલાક દિવસોથી વીડીજીના સભ્યો તેમજ લઘુમતી સમૂદાયના લોકોને પોતપોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી રહ્યાં છે અને તેમને એસએલઆર રાઈફલ આપવામાં આવી રહી છે. ગ્રામજનોની હિંમત અને મનોબળ પણ વધારવામાં આવી રહ્યું છે, જેથી તેઓ હિંમતભેર આતંકવાદીઓ સામે લડવા માટે માનસિક રીતે તૈયાર થાય.

લોકોએ કહ્યું- આતંકવાદીઓને ઠાર કરશે

સ્થાનિક પોલીસના જણાવ્યાં અનુસાર આતંકવાદીઓએ અમારા ગામડાઓમાં ઘણા લોકોને મારી નાખ્યાં છે. તે પછી ગ્રામ સુરક્ષા સમિતિઓની રચના કરવામાં આવી અને રાઈફલો આપવામાં આવી છે.

અમારા ગ્રામજનોએ આ જૂની રાઈફલોથી આતંકવાદીઓ સામે લડશે અને તેમને ઠાર કરશે. હવે અમને આધુનિક હથિયાર એસએલઆર આપવામાં આવી રહ્યાં છે. હવે જો આતંકવાદીઓ અમારા ગામોમાં ઘૂસી જશે તો અમે તેમને ત્યાં જ મારી નાખીશું. હવે અમારી પાસે આધુનિક શસ્ત્રો પણ છે.

હવે VDGની સાથે સાથે ગામડાઓમાં અન્ય લોકોને પણ સુરક્ષા માટે SLR રાઈફલ આપવામાં આવી રહી છે. આ દિવસોમાં જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં SLR લેવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાની અને ગામની સુરક્ષા માટે રાઈફલ લઈ રહ્યા છે.

પીર પંજાલ વિસ્તાર આતંકવાદીઓના નિશાના પર રહ્યો છે

પીરપંજલ વિસ્તાર છેલ્લા બે વર્ષથી આતંકવાદીઓના નિશાના પર છે. આતંકવાદીઓએ રાજૌર અને પુંછ જિલ્લામાં અનેક મોટા આતંકવાદી હુમલા કર્યા હતા, જેમાં સેનાના ઘણા જવાનો શહીદ થયા હતા. ગામડાઓમાં લઘુમતી સમૂદાયના લોકો પણ આતંકવાદીઓના નિશાના પર રહ્યાં છે.

જો કે આ દિવસોમાં સમગ્ર પીર પંજાલ ક્ષેત્ર એટલે કે રાજૌરી અને પૂંછ જિલ્લામાં સુરક્ષા ગ્રીડ ઘણી મજબૂત કરવામાં આવી છે, પરંતુ દૂરના વિસ્તારોમાં આતંકવાદીઓ સામે તાત્કાલિક કાર્યવાહી માટે ગ્રામજનોને મજબૂત કરવામાં આવી રહ્યાં છે. તેમને આધુનિક હથિયારો આપવામાં આવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch