Wed,24 April 2024,6:16 pm
Print
header

ગુજરાત બાદ જલપાઈગુડીમાં સર્જાયો જીવલેણ અકસ્માત, 13 લોકોના આ રીતે થયા મોત

જલપાઈગુડીઃ સુરતમાં ગઈકાલે સર્જાયેલા અકસ્માતની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં પણ આવો જ અકસ્માત થયો છે.જેમાં 13 લોકોના મોત થઇ ગયા છે. ધુમ્મસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટ પ્રમાણે, એક ટ્રકની પાછળ અનેક ગાડીઓ અથડાઈ હતી.જેમાં 13 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા, સ્થાનિક ધારાસભ્ય મિતાલી રોયના કહેવા મુજબ, દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. કેટલાક ઘાયલ લોકોની હાલત અતિ ગંભીર છે.

શું ભર્યુ હતું ટ્રકમાં

જલપાઈગુડીના એએસપી ડો. સુમંત રોય મુજબ, મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પથ્થરથી ભરેલી ટ્રક માયાનલીથી પસાર થઈ રહ્યો હતો. બીજી તરફ ટાટા મેજિક, મારુતિવાન રોંગ સાઇડમાં આવતા હતા. ધૂમ્મસને કારણે પહેલા ટ્રક અને ટાટા મજિક અથડાયા હતા, બાદમાં ટ્રકમાં ભરેલા પથ્થર ગાડીઓ પર પડ્યા હતા.જેને કારણે 13 લોકોના મોત થયા હતા.મૃત્યુઆંક હજુ વધી શકે છે. નોંધનિય છે કે એક દિવસ પહેલા જ સુરતમાં ફૂટપાથ પર સુતા 15 લોકોને એક ડમ્પરે અડફેટે લેતા તેમના મોત થઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch