નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે સાંજે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી અને ગલ્ફ ક્ષેત્રમાં યુએસ નેવીના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત અંગે ભારતનો કડક વિરોધ નોંધાવ્યો હતો.
જયશંકરે X પર લખ્યું, મેં આજે સાંજે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાત કરી. મેં ગલ્ફમાં યુએસ નેવીના હુમલા અંગે ભારતના કડક વિરોધનો પુનરોચ્ચાર કર્યો જેમાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા. વાણિજ્યિક જહાજો સામે આવી ઘાતક કાર્યવાહી વાજબી નથી.
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2026
વિદેશ મંત્રાલયનું નિવેદન
વિદેશ મંત્રાલયના અધિક સચિવ (અમેરિકા) નાગરાજ નાયડુએ યુએસ દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન અને ચાર્જ ડી અફેર્સ જેસન મીક્સને જવાહરલાલ નેહરુ ભવન બોલાવ્યા અને હુમલાઓ અંગે કડક વિરોધ નોંધાવ્યો હતો.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતીય ખલાસીઓના જીવનને જોખમમાં મૂકતા આવા હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને માંગણી કરી કે પ્રાદેશિક તણાવ વચ્ચે વાણિજ્યિક જહાજોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. બુધવારે રાત્રે મીક્સને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
ઓમાનના દરિયાકાંઠે એક કોમર્શિયલ ટેન્કર પર હુમલો થયો હતો. તેમાં 24 ભારતીય ખલાસીઓ હતા. 21 ને બચાવી લેવામાં આવ્યાં હતા, જ્યારે ત્રણના મોત થયા હતા. મૃતકોમાં ડેક કેડેટ આદિત્ય શર્મા, ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશનો સમાવેશ થાય છે.
આ પહેલા, 8 જૂને મેરીવેક્સ અને 11 જૂને જલવીર જહાજો પર પણ હુમલા થયા હતા. આ બે ઘટનાઓમાં 40 થી વધુ ભારતીય ખલાસીઓ જોખમમાં મુકાયા હતા.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50