બગદાણાઃ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહીરની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી. 14 દિવસના જેલવાસ બાદ જયરાજ આહીરને જામીન મળ્યાં છે. મહુવા કોર્ટે જયરાજ સહિત 6 લોકોના જામીન મંજૂર કર્યા હતા. બંને પક્ષના વકીલોની દલીલ પછી કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે તમામ 6 આરોપીને જામીન આપ્યા છે. સાંજ સુધીમાં જયરાજને જેલમાંથી મુક્તિ મળી શકે.
આ કેસમાં જયરાજ આહીર છેલ્લા 13 દિવસથી જેલમાં બંધ છે. જેલમાંથી મુક્ત થવા માટે જયરાજ આહીર, નાજુ કામડિયા, કાના કામળિયા, સંજય ચાવડા, દિનેશ સોલંકી અને અજય ભાલીયાએ જામીન અરજી કરી હતી. ચકચારી નવનીત બાલધિયા કેસમાં SIT ની ટીમે જયરાજ આહીરની ધરપકડ કરી હતી.
શું છે આરોપ ?
નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. તેમના પર માર મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જયરાજ આહિર લોકપ્રિય લોકકલાકાર અને સામાજિક રીતે જાણીતા માયાભાઈ આહિરના પુત્ર છે. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો હતો.
આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટના રેન્જ IG | 2026-03-06 09:12:13
ACB ની ખંભાતમાં ટ્રેપ, સીટી પોલીસ સ્ટેશનના PSI આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-01 19:04:52
એ.સી.બી. ટ્રેપમાં માત્ર 70 રૂપિયાની લાંચ લેતા સરકારી કર્મચારી ફસાયા | 2026-02-28 07:56:48
કચ્છમાં 4 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ, મેવાણીના સરકાર પર પ્રહાર | 2026-02-21 17:44:46