Wed,16 September 2026,2:40 pm
Print
header

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલની હાજરીમાં જગદીશ વિશ્વકર્માએ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો

  • Published By dilip patel
  • 2025-10-04 12:57:54
  • /

મારી ઓળખ પ્રદેશ પ્રમુખની નહીં પરંતુ ભાજપના કાર્યકર્તાની જ રહેશે: જગદીશ વિશ્વકર્મા

નિર્ણયથી કોઈ દુ:ખી થયું હોય તો માફી માંગુ છું: પાટીલ

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ કમલમ ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે, તેઓ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેમણે ગઈકાલે વિજયમુહૂર્તમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું અને તેઓ બિન હરિફ રીતે પ્રમુખ બન્યાં છે. 

આજના પદગ્રહણ કાર્યક્રમમાં કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં આવેલા તેમના નિવાસસ્થાન વિક્રમપાર્ક સોસાયટીથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે નીકળ્યાં હતા. આ રેલીનું અનેક જગ્યાએ સ્વાગત કરાયું હતુ. નરોડા પાટિયા ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાંથી કમલમ્ પહોંચ્યાં હતા.

ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતા ને સોપ્યું છે. જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે. તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. તેઓ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી કરી ચુક્યાં છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે. મહત્વની વાત એ છે કે જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch