Tue,19 May 2026,5:54 am
Print
header

જગદીશ વિશ્વકર્માએ ભાજપ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યાં બાદ કાર્યકર્તાઓને આપ્યો આ સંદેશ

  • Published By dilip patel
  • 2025-10-04 13:04:35
  • /

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પદભાર સંભાળ્યાં બાદ ભાજપ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને એક બૂથ સ્તરના કાર્યકરને પ્રમુખ બનાવવાની પાર્ટીની પરંપરાને બિરદાવી હતી.

નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું. તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વખાણ કરતા કહ્યું કે, પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે અને હું પણ આગળ આ જવાબદારી નિભાવીશ.

પોતાની નિમણૂંકને કાર્યકરની ઓળખ ગણાવતા જગદીશ પંચાલે કહ્યું કે, મારા જેવા માત્ર બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે.

તેમને કહ્યું કે મારી પ્રદેશ પ્રમુખની ઓળખ નથી, પરંતુ ભાજપના કાર્યકર્તાની ઓળખ છે. કહ્યું કે 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે જેથી આપણી જવાબદારી વધી રહી છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch