( PHOTO ANI)
Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા આજથી પુરીમાં શરૂ થઈ છે. આ ધાર્મિક યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ગુંડિચાના મંદિરે જાય છે. આ યાત્રામાં ભાગ લેવા માટે હજારો ભક્તો જગન્નાથ ધામ પહોંચ્યાં છે.આ યાત્રા 27 જૂનથી શરૂ થઇને 8 જુલાઈના દિવસે નીલાદ્રી વિજય સાથે સમાપ્ત થશે. આ દિવસે ભગવાન પોતાના ધામમાં પાછા ફરશે. જગન્નાથ રથયાત્રા શરૂ થાય તે પહેલાં સોનાની સાવરણીથી રસ્તાની સફાઈ કરવામાં આવે છે.
જગન્નાથ રથયાત્રાની મોટી ઉજવણી
ભગવાન જગન્નાથની રથયાત્રા શુક્રવાર, 27 જૂનથી શરૂ થઇ અને પુરી ધામમાં સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. ભગવાનને રથ પર બેસાડવાની ધાર્મિક વિધિઓ સવારે 9:30 વાગ્યાથી કરવામાં આવી હતી. આ પછી, ભગવાન બપોરે લગભગ 1 વાગ્યે રથ પર બિરાજમાન થશે. યાત્રા શરૂ થાય તે પહેલાં, બપોરે લગભગ 3 વાગ્યે, પુરી રાજવી પરિવારના ગજપતિ સોનાના સાવરણીથી રથયાત્રાના માર્ગને સાફ કરીને યાત્રાને શરૂ કરાવશે,આ પછી, ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ગુંડિચા મંદિર જવા રવાના થશે.
#WATCH | Puri, Odisha | The world-famous Rath Yatra of Lord Jagannath, his brother Lord Balabhadra, and sister goddess Subhadra to Gundicha Temple, where the deities reside for a week and then return to the Shri Jagannath temple, to start today pic.twitter.com/nRHVqynnSW
— ANI (@ANI) June 27, 2025
સોનાની સાવરણીથી સફાઈ કેમ કરવામાં આવે છે ?
જગન્નાથ રથયાત્રા શરૂ થાય તે પહેલાં, રાજાઓના વંશજો રથની આગળનો રસ્તો સાવરણીથી સાફ કરે છે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવી છે. જ્યાં સુધી રાજાઓ શાસન કરતા હતા ત્યાં સુધી રાજા પોતે રથયાત્રાના પહેલા દિવસે સોનાના સાવરણીથી રસ્તો સાફ કરીને યાત્રા શરૂ કરતા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનું ખૂબ જ પવિત્ર ધાતુ છે. દેવી-દેવતાઓની પૂજામાં આ ધાતુનું વિશેષ સ્થાન છે, તેથી જગન્નાથ રથયાત્રા પહેલાં ફક્ત સોનાની સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે, સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે પણ છે, જે સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો કારક છે. રથયાત્રાની શરૂઆતમાં સોનાના સાવરણીથી રથ સાફ કરવાથી યાત્રા શુભ સાબિત થાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40