Tue,17 June 2025,12:09 am
Print
header

5 સૈનિકો શહીદ, સ્થાનિક ગાઈડની મદદથી આતંકવાદીઓએ અમેરિકી નિર્મિત M-4 કાર્બાઈનથી કઠુઆમાં કર્યો હુમલો

  • Published By
  • 2024-07-09 08:46:00
  • /

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા આતંકી હુમલામાં આપણા દેશના પાંચ જવાનો શહીદ થયા છે, જ્યારે પાંચ જવાનો ઘાયલ થયા છે. આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓએ આ હુમલો કરતા પહેલા આ વિસ્તારની રેકી કરી હતી.

આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો, જ્યારે સુરક્ષા દળો કઠુઆના બદનોટામાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં હતા. ત્યારે જ આતંકીઓએ હુમલો કરી દીધો હતો, બડનોટા ગામમાં રોડ કનેક્ટિવિટી સારી નથી. અહીં વાહનો દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ચલાવી શકાતા નથી.

પાકા રોડ ન હોવાના કારણે સેનાના વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યાં હતા. બેથી ત્રણ આતંકવાદીઓ અને કેટલાક સ્થાનિક ગાઈડ પહાડોની ટોચ પર હતા, આતંકવાદીઓએ પહેલા સેનાના વાહનો પર ગ્રેનેડ ફેંક્યા અને પછી ગોળીબાર કર્યો હતો. અગાઉ થયેલા હુમલાની જેમ અહીં પણ ડ્રાઇવરને નિશાન બનાવવામાં આવ્યો હતો.

સ્થાનિક ગાઇડે આ વિસ્તારમાં ફરીને આતંકીઓને મદદ કરી હતી. આ ગાઈડ આતંકવાદીઓને ખોરાક પણ આપતા હતા, તેમને આશ્રય પણ આપતા હતા. હુમલાને અંજામ આપ્યાં બાદ આ સ્થાનિક ગાઈડોએ આતંકીઓને છુપાવા માટે પણ મદદ કરી હતી.

જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી

જૈશ-એ-મોહમ્મદના ફ્રન્ટ સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી હતી. સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યે સેનાના બે વાહનો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા અને સેનાના જવાનો પસાર થતાં જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch