શ્રીનગરઃ સોમવારે સાંજે જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનો મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા છે. આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનોએ સોમવારે મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગી પર હુમલો કર્યો હતો. સાંજે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
થોડીવારના ગોળીબાર બાદ આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ ગાઢ જંગલોમાં તેમનો પીછો કર્યો હતો, રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં બીજું એન્કાઉન્ટર થયું હતું. અધિકારીએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા છે.
16 આર્મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, ડોડામાં એન્કાઉન્ટર વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યાં છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે, જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં ઘણા સ્થળોએ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. 14 જુલાઈના રોજ ભારતીય સેનાએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30