Thu,25 April 2024,2:47 pm
Print
header

યુરોપના આ દેશમાં આજથી માસ્ક પહેરવામાંથી લોકોને મળી મુક્તિ

રોમઃ ઈટાલીમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ મળી ગઈ છે દેશ સમગ્ર રીતે માસ્ક ફ્રી બની ગયો છે. યુરોપમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ઈટાલી સામેલ હતો ઈટાલીના સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટ સ્પરેન્ઝાએ ફેસબુક પર લખ્યું કે વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હતો જેથી ઈટાલીમાં વર્ગીકરણ પદ્ધતિ બનાવવામાં આવી હતી. હવે જે લોકો વ્હાઇટ લેબલ વિસ્તારમાંથી આવે છે ત્યાં લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી.

સ્પરેન્ઝાએ આ જાહેરાત ઈટાલીની કોમિટાટે ટેકનિક સાયંટિફિકો વૈજ્ઞાનિક સલાહકાર પેનલની ભલામણ બાદ કરી હતી. જેમાં હાલ લોકોને જ્યાં વાયરસ ખૂબ ઝડપથી ફેલાવાનો ખતરો હોય ત્યાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. 

ગત વર્ષે ઈટાલીમાં કોરોના ફેલાયો ત્યાર બાદ કેટલાક શહેરોમાં સંપૂર્ણ તો અમુક જગ્યાએ આંશિક લોકડાઉન લગાવાયું હતું. ગત મહિનાથી ઈટાલીમાં કોરોનાની બીજી લહેરને લઈને લગાવવામાં આવેલા નિયંત્રણો હળવા કરાયા હતા. સમગ્ર દેશને યલો ઝોનમાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં રાત્રિ કર્ફ્યૂ અને રેસ્ટોરન્ટના કલાકોમાં ઘટાડો જેવા નિયંત્રણો ચાલુ રહેશે.ઈટાલીમાં કોરોનાના 42,58,069 કેસ નોંધાયા છે. 1,27,472 લોકોના મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch