Tue,08 October 2024,8:46 am
Print
header

આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ અટક્યું નથી. ઇઝરાયેલી સૈન્ય IDF ગાઝા અને પશ્ચિમ કાંઠે યુદ્ઘ ચાલુ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈઝરાયેલના સૈનિકો પશ્ચિમ કાંઠે એક બહુમાળી ઈમારતની છત પરથી કેટલાક પેલેસ્ટિનિયનના મૃતદેહ ફેંકતા જોઈ શકાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે અને અનેક માનવાધિકાર સંગઠનોએ તેની નિંદા કરી છે.

ઇઝરાયેલની સેના ગુરુવારે પશ્ચિમ કાંઠાના ઉત્તરીય ભાગમાં પહોંચી હતી. આ સમય દરમિયાન, IDFએ કબાતિયા શહેરમાં ઘણી ઇમારતો પર ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઈઝરાયલી સૈનિકોએ ઈમારતની છત પર પડેલા કેટલાક મૃતદેહોને નીચે ફેંકી દીધા હતા. આ સમગ્ર ઘટના ત્યાં હાજર કેટલાક પત્રકારોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

આ ઘટનાના વાયરલ વીડિયોમાં ઈમારતની છત પર ઉભેલા કેટલાક ઈઝરાયલી સૈનિકો ત્યાં પડેલા મૃતદેહોને ઉપાડીને છતની કિનારે લાવી અને ત્યાંથી નીચે ફેંકતા જોઈ શકાય છે.

પેલેસ્ટિનિયન માનવાધિકાર જૂથ, અલ-હકના ડિરેક્ટર શોન જબરીને કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર ન હતી. પેલેસ્ટિનિયન લોકોના મૃતદેહો સાથે જાનવરની જેમ વ્યવહાર કરવામાં આવતો હતો. આ વીડિયો ચોંકાવનારો છે. મને શંકા છે કે ઈઝરાયેલ પણ આ ઘટનાની યોગ્ય તપાસ નહીં કરે.

પેલેસ્ટિનિયન નેશનલ ઇનિશિયેટિવના મહાસચિવ મુસ્તફા બરગૌતીએ કહ્યું કે ઇઝરાયલી સૈનિકો દ્વારા પેલેસ્ટિનિયનોના મૃતદેહોને છત પરથી ફેંકવાના વીડિયો સંપૂર્ણપણે અમાનવીય છે. મને ખાતરી છે કે ઇઝરાયલી સૈનિકોએ એ પણ તપાસ્યું નથી કે તેઓએ જે લોકોને છત પરથી ફેંકી દીધા હતા તેઓ જીવિત છે કે નહીં. તમે એમ ન કહી શકો. યુદ્ધ સમયે આ વાજબી છે પરંતુ પશ્ચિમ કાંઠે કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી.

આ વિવાદ પર ઈઝરાયેલી સેનાએ શું કહ્યું ?

આ સમગ્ર મામલાના વિવાદ બાદ ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આ ખૂબ જ ગંભીર ઘટના છે અને તે IDFના મૂલ્યો સાથે મેળ ખાતી નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઈઝરાયેલે કહ્યું કે તેના દળોએ ગુરુવારે કબાતિયા શહેરમાં ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch