બેરુતઃ હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરુલ્લાહના મોત બાદ પણ લેબનોનમાં ઈઝરાયેલનો કહેર અટકી રહ્યો નથી. રવિવારે ઇઝરાયેલે લેબનોનમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો. જેમાં 105 લોકોએ જીવ ગુમાવ્યાં છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર હવાઈ હુમલામાં 359 લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મોત આઈન અલ-ડેલ્બ અને ટાયર વિસ્તારોમાં થયા છે.
કોલા વિસ્તારમાં ઈઝરાયેલનો પહેલો હુમલો
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં કાના હોસ્પિટલને ભારે નુકસાન થયું છે. આ સિવાય બેકા ઘાટીમાં બાલબેક-હરમેલમાં ઈઝરાયેલના હુમલામાં 33 લોકો માર્યા ગયા અને 97 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલે લેબનોનના કોલા વિસ્તારમાં પહેલીવાર જોરદાર બોમ્બમારો કર્યો છે. લેબનોન સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ઈઝરાયેલના ફાઈટર પ્લેન સતત દેશભરમાં હવાઈ હુમલા કરી રહ્યાં છે.
ઈઝરાયેલે કહ્યું- હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રહેશે
બેરૂતના કોલા જિલ્લામાં થયેલા હવાઈ હુમલામાં પેલેસ્ટાઈન લિબરેશન ફ્રન્ટના ત્રણ નેતાઓ પણ માર્યા ગયા છે. આ સિવાય ઈઝરાયેલની સેનાએ બેકા ઘાટીમાં હિઝબુલ્લાહના ડઝનબંધ સ્થાનો પર હુમલો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તે હિઝબુલ્લાહ હથિયારોના ડેપોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. લેબનોન સરકારના જણાવ્યાં અનુસાર ઇઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ લોકોનાં મોત થયા છે અને 6,000 લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલે એક સપ્તાહની અંદર હિઝબુલ્લાહના સાતમા કમાન્ડરનું મોત થયું છે. આ કમાન્ડરનું નામ નબીલ કૌક હતું. નબીલ હિઝબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલના નાયબ વડા હતા. લેબનોન પર ઈઝરાયેલના ભયાનક હુમલાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ટૂંક સમયમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નૈતન્યાહુ સાથે વાત કરશે. હસન નસરાલ્લાહના મૃત્યું બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત હશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
PNB કૌભાંડના આરોપી ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ | 2025-04-14 08:55:50
EVM હેક થઈ શકે છે...તુલસી ગબાર્ડના નિવેદન પછી ફરીથી ભારતની રાજનીતિમાં ચર્ચાઓ શરૂ | 2025-04-12 11:29:46
ન્યૂયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, પરિવારના સભ્યો સહિત 6 લોકોનાં મોત | 2025-04-11 11:46:12
Big News: DRI નું મોટું ઓપરેશન, અંદાજે 52 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો | 2025-04-13 19:49:49