Sun,08 September 2024,11:45 am
Print
header

ઇઝરાયેલ- હમાસ જંગ વચ્ચે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ- Gujarat Post

તેલ અવીવઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યાં મોટાભાગના દેશો હાલમાં ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાને રોકવાની માંગ કરી રહ્યાં છે. આ સમયે કેટલાક ઇસ્લામિક સંગઠનો અને આતંકવાદીઓ આ યુદ્ધ દ્વારા તેમના હિતો શોધી રહ્યાં છે. આવી જ એક સંસ્થા- સન્સ ઓફ અબુ જંદાલે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને ઈઝરાયેલ વિરુદ્ધ સંપૂર્ણ યુદ્ધની ઘોષણા કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો.

આ ધમકી બાદ મંગળવારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ અબ્બાસની હત્યાનો કથિત પ્રયાસ બતાવવામાં આવ્યો છે. આતંકવાદીઓની માંગણી પૂરી થયા બાદ જ અબ્બાસને નિશાન બનાવવામાં આવ્યાં હતા.

સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં મહેમૂદ અબ્બાસની કારના કાફલા પર ફાયરિંગ થતું જોઈ શકાય છે. અબ્બાસના કાફલામાં એક બોડીગાર્ડને અચાનક ગોળી વાગી અને તે પડી ગયો.આ પછી બાકીના અંગરક્ષકો હુમલાખોરો સાથે લડતા જોવા મળી રહ્યાં છે, મહમુદ અબ્બાસ પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ છે. આ સંગઠન પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠા વિસ્તારનું સંચાલન કરે છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch