તેલ અવીવ: ઈઝરાયેલે ચેતવણી ઉચ્ચારી છે કે હિંદ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનના સૈન્ય બેઝ ડિયેગો ગાર્શિયા પર થયેલા હુમલા બાદ હવે ઈરાની મિસાઈલો યુરોપ માટે સીધો ખતરો બની ગઈ છે. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત ઈરાને લાંબા અંતરની મિસાઈલો છોડી છે, જે સાબિત કરે છે કે તે લંડન, પેરિસ કે બર્લિન જેવા શહેરો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં સેનાએ દાવો કર્યો છે કે આ મિસાઈલો 4000 કિમી સુધી પ્રહાર કરી શકે છે. જેનો અર્થ છે કે યુરોપ, એશિયા અને આફ્રિકાના ડઝનબંધ દેશો હવે ઈરાનના નિશાના પર છે. IDF દ્વારા શેર કરવામાં આવેલા નકશા મુજબ, આ નવી રેન્જમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
ઈઝરાયેલી સેનાએ વધુમાં ઉમેર્યું કે, અમે સતત કહેતા આવ્યાં છીએ કે ઈરાની આતંકવાદી શાસન એક વૈશ્વિક ખતરો છે. હવે તેમની પાસે એવી મિસાઈલો છે જે લંડન કે પેરિસ સુધી પહોંચી શકે છે. જૂન 2025 ના ઓપરેશન દરમિયાન જ ખુલાસો થયો હતો કે ઈરાન 4000 કિમીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલો બનાવી રહ્યું છે, જોકે ત્યારે ઈરાને આ વાતનો ઇનકાર કર્યો હતો.
શનિવારે અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાને ડિયેગો ગાર્શિયા બેઝ પર બે બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જોકે, બંને મિસાઈલો બેઝને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી. એક મિસાઈલ હવામાં જ નષ્ટ થઈ ગઈ હતી, બીજી મિસાઈલ માટે ઈન્ટરસેપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.
નિષ્ણાંતોના મતે ડિયેગો ગાર્શિયા ઈરાનથી લગભગ 3800 કિમી દૂર છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ઈરાનની મિસાઈલ ક્ષમતા માત્ર 2000 કિમી સુધીની છે, પરંતુ આ હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જો કે ઇરાનના ભારત સાથે કોઇ તનાવપૂર્ણ સંબંધો નથી.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40