ઓઇલ ટાંકીમાં આગ બાદ દૂર સુધી ધુમાડો જોવા મળ્યો
હોર્મુઝ સ્ટ્રેટ નજીક ત્રણ જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો
ઓમાન સતત તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
તહેરાનઃ ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુને વધુ ગંભીર બની રહ્યું છે. ઇઝરાયેલી હુમલાઓના જવાબમાં, ઈરાન ખાડી અને આરબ દેશોમાં હુમલાઓ કરી રહ્યું છે, ઓમાન ટીવીના અહેવાલ મુજબ, ઈરાને ઓમાનના સલાલાહ બંદર પર ઓઇલ સંગ્રહ ટાંકીઓને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા છે. બ્રિટિશ દરિયાઈ સુરક્ષા કંપની એમ્બ્રેરે આ હુમલાઓની પુષ્ટિ કરી છે.
ઈરાની હુમલાનો વીડિયો
ઈરાની હુમલાનો વીડિયો સામે આવ્યો છે. આ હુમલા સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાન સતત ઉર્જા સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. હુમલા બાદ, ઓઇલ સંગ્રહ ટાંકીઓમાં આગ ભભૂકી ઉઠી હતી.
ઓમાનના સુલ્તાને નારાજગી વ્યક્ત કરી
ઈરાની હુમલા બાદ, ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સૈદે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનો સંપર્ક કર્યો અને ઓમાની પ્રદેશ પર ચાલી રહેલા હુમલાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરી, સામે ચીમકી આપી કે ઓમાન તેની સુરક્ષા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેશે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ, ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારીકે મોજતબા ખામેનીને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા બદલ અભિનંદન આપ્યાં બાદ આ હુમલા કરવામાં આવ્યાં હતા.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો
ઓમાન સતત તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંઘર્ષમાં હાલની વૃદ્ધિ સ્પષ્ટપણે દર્શાવે છે કે બધા પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યાં છે. મીડિયા અહેવાલો અનુસાર, સંઘર્ષ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ નજીક ત્રણ વ્યાપારી જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40