Wed,16 July 2025,7:29 pm
Print
header

ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ?

  • Published By Mahesh patel
  • 2025-06-16 08:46:22
  • /

ટ્રમ્પના કડક વલણને કારણે ઇરાનનો પરમાણું કાર્યક્રમ આગળ વધી શકતો નથી

ટ્રમ્પને ખમત કરવા માંગે છે ઇરાન 

વોશિંગ્ટન ડીસી: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક સનસનાટીભર્યા નિવેદન આપતા દાવો કર્યો છે કે ઈરાની સરકારના નેતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પરમાણુ પ્રોગ્રામ માટે ખતરો માને છે અને તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે.

નેતન્યાહૂએ કહ્યું કે ઈરાનની નજરમાં ટ્રમ્પ તેમનો સૌથી મોટો દુશ્મન છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. નેતન્યાહૂએ કહ્યું ઈરાન ટ્રમ્પને મારવા માંગે છે. તે તેમનો સૌથી મોટો દુશ્મન છે.

ટ્રમ્પ એક મજબૂત અને નિર્ણાયક નેતા છે. તેમણે ક્યારેય ઈરાન સાથે નબળાઈ અને સમાધાનનો માર્ગ પસંદ કર્યો નહીં, જેનાથી ઈરાનને યુરેનિયમ સમૃદ્ધ કરવાનો અને પરમાણુ બોમ્બ બનાવવાનો સરળ માર્ગ નથી મળી રહ્યો. ટ્રમ્પે તે નકલી કરાર તોડી નાખ્યો અને કાસિમ સુલેમાનીને મારી નાખ્યો. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમની કડકાઈને કારણે તેઓ ઈરાનના સૌથી મોટો દુશ્મન બની ગયા છે.

નેતન્યાહૂએ કહ્યું કે તેઓ પોતે પણ ઈરાનના નિશાના પર છે. તેમના ઘરની બારી પર મિસાઈલ હુમલો થયો હતો. પોતાને ટ્રમ્પના જુનિયર પાર્ટનર ગણાવતા તેમણે કહ્યું કે તેઓ સાથે મળીને ઈરાનના પરમાણુ શસ્ત્રો બનાવવાના પ્રયાસોને રોકી રહ્યાં છીએ. ઇઝરાયલ તાત્કાલિક ખતરાનો સામનો કરી રહ્યું છે અને છેલ્લી ઘડીએ કડક પગલાં લેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી.

તેમણે કહ્યું કે તેઓ બે મોટા ખતરાનો સામનો કરી રહ્યાં છીએ, પ્રથમ, ઈરાનનો યુરેનિયમ સમૃદ્ધ કરીને પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ. તેનો ઉદ્દેશ આપણને નષ્ટ કરવાનો છે. બીજું, બેલિસ્ટિક મિસાઈલોનો તેમનો ભંડાર વધારવો. તેમની પાસે દર વર્ષે 3,600 મિસાઈલો બનાવવાની ક્ષમતા છે. ત્રણ વર્ષમાં 10,000 મિસાઇલો અને આગામી વર્ષોમાં 20,000 મિસાઇલો. આટલો નાનો દેશ ઇઝરાયલ બર્દાશ્ત કરી શકે તેમ નથી. આપણે કોઈ પણ કિંમતે કાર્યવાહી કરવી પડી.

ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીએ ઇરાનના પરમાણુ પ્રોગ્રામને નોંધપાત્ર રીતે પાછળ ધકેલી દીધો છે. તેમણે કહ્યું કે ઇરાન સાથે વાટાઘાટો કરવાનો કોઈ અર્થ નથી કારણ કે તે એક એવી સરકાર છે જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

નેતન્યાહૂએ ઇઝરાયલની કાર્યવાહીને ઓપરેશન રાઇઝિંગ લાયન ગણાવી અને તેને ઇતિહાસના સૌથી મોટા લશ્કરી કાર્યવાહીમાંનું એક ગણાવ્યું. ઈરાની લોકોને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ 50 વર્ષથી એક જ ઇસ્લામિક શાસનના જુલમ હેઠળ જીવી રહ્યાં છે. ઇઝરાયેલ ઇરાનના પરમાણુ અને મિસાઇલ ખતરાને દૂર કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch