મુંબઈઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી તંગદિલી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યાં છે. ભારતનું સાતમું LPG ટેન્કર ગ્રીન સાન્વી હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પસાર કરી ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ સફળતા બાદ ઈરાને ભારત માટે એક અત્યંત વિશેષ અને ભાવુક સંદેશ જાહેર કર્યો છે.
મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટનો જવાબ આપતા ભારત સાથેના સંબંધોને વાગોળ્યાં હતા. ઈરાને લખ્યું કે, ભારત અને ખાસ કરીને ગુજરાત અમારા સહિયારા ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સદીઓ પહેલા અહીંના લોકોએ અમારા પૂર્વજોનું ખુશીથી સ્વાગત કર્યું હતું
ઈરાને 4,000 વર્ષ જૂના લોથલ બંદરનો ઉલ્લેખ કર્યો, જે સિંધુ ખીણની સભ્યતાને ઈરાની (ફારસી) તટ સાથે જોડતું હતું. ઈરાને ઉમેર્યું કે તેઓ આ અતૂટ બંધનને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. હર્ષ સંઘવીએ આ ઘટનાને ભારતની મોટી રાજદ્વારી જીત ગણાવી હતી.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ પૂરો પાડે છે. હાલની યુદ્ધની સ્થિતિને કારણે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે.
અત્યાર સુધીમાં ભારતના 6 જહાજો સુરક્ષિત રીતે ભારતીય બંદરો પર પહોંચી ચૂક્યા છે અને ગ્રીન સાન્વી સાતમું જહાજ છે. હજુ પણ અંદાજે 17 ભારતીય જહાજો હોર્મુઝની પશ્ચિમ તરફ ફસાયેલા છે. ઈરાને ઈઝરાયેલ સાથે સંકળાયેલા જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ 5 મિત્ર દેશો માટે આ રસ્તો ખુલ્લો રાખ્યો છે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ઈઝરાયેલના હુમલાઓનો જવાબ આપશે અને તેનાથી સંબંધિત કોઈ પણ જહાજને અહીંથી પસાર થવા દેશે નહીં. આ ઉપરાંત, ઈરાન હવે આ વ્યૂહાત્મક માર્ગ પરથી પસાર થતા જહાજો પર શુલ્ક (ટેક્સ) વસૂલવાની યોજના પણ બનાવી રહ્યું છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14