Fri,26 April 2024,1:19 am
Print
header

USની ધમકીઓની કોઇ અસર નહીં, નૉર્થ કોરિયાની મદદથી ઇરાન બનાવી રહ્યું છે વિનાશક હથિયાર

વોશિંગ્ટનઃ નૉર્થ કોરિયાની મદદથી ઈરાન પરમાણુ હથિયાર તૈયાર કરી રહ્યું છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે આ વર્ષના અંત સુધી ઈરાનની પાસે પરમાણુ હથિયાર તૈયાર કરવા માટે પર્યાપ્ત સામગ્રી પહોંચી શકે છે. જોકે સત્તાવાર રીતે ઈરાન પરમાણુ બૉમ્બ બનાવવાની વાતથી ઇનકાર કરતુ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ઈરાન લાંબા અંતર સુધી પ્રહાર કરવાની મિસાઇલ તૈયાર કરવા માટે નૉર્થ કોરિયાની સાથે મળીને કામ કરી રહ્યું છે.

નૉર્થ કોરિયા ઈરાનને હથિયારથી જોડાયેલા મહત્વપૂર્ણ પાર્ટ્સ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જો કે અમેરિકાએ એ જાણકારી નથી આપી કે ક્યારથી બંને દેશોએ હથિયાર નિર્માણને લઇને કામ કરવાનું શરૂ કર્યું. અમેરિકન અધિકારીએ એ પણ જણાવ્યું કે, 2015ના કરાર છતા ઈરાન પરમાણુ બૉમ્બ મેળવવા ઇચ્છે છે, જ્યારે કરારમાં એ નક્કી કરવામાં આવ્યું હતુ કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધના બદલે તેને વૈશ્વિક બજારમાં એન્ટ્રી આપવામાં આવશે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં આ કરારને રદ્દ કરી દીધો હતો અને ઈરાન પર પ્રતિબંધો લગાવી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ એર સ્ટ્રાઇક કરીને ઈરાનના મિલિટ્રી જનરલ કાશિમ સુલેમાનીની હત્યા કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ઘણો જ વધ્યો છે. ઈરાને જનરલની હત્યા બાદ અમેરિકા સાથે બદલો લેવાની વાત કરી હતી. બીજી તરફ અમેરિકાએ ઈરાન પર કેટલાક નવા પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. ઈરાનના ન્યૂક્લિયર, મિસાઇલ અને પારંપારિક હથિયાર યોજનાથી જોડાયેલા 2 ડઝનથી વધારે લોકો અને સંસ્થાઓ પર અમેરિકા આ અઠવાડિયે પ્રતિબંધ લગાવી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch