Wed,16 July 2025,8:59 pm
Print
header

શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post

  • Published By
  • 2025-06-16 10:53:26
  • /

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે ઈરાને ઈઝરાયેલના હાઈફા પોર્ટ અને તેની નજીક આવેલી એક મોટી તેલ રિફાઈનરી પર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. જે બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીનું હાઈફા પોર્ટ આ હુમલાની ઝપેટમાં આવ્યું હોવાની ચર્ચાઓ છે..

સૂત્રો અનુસાર, અદાણીના આ હાઈફા પોર્ટ પર હુમલાની કોઈ અસર થઈ નથી અને પોર્ટની તમામ કાર્ગો કામગીરી સામાન્ય રીતે ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું કે ઈરાની હુમલામાં પોર્ટના કેમિકલ ટર્મિનલ પર કેટલાક શાર્પનેલ (વિખરાયેલા ટુકડા) પડ્યાં હતા અને નજીકની રિફાઈનરી પર પણ મિસાઈલો આવીને પડી. જો કે, અદાણી પોર્ટના કોઈપણ ભાગમાં કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી. અહીં સુધી કે એક ઇન્ટરસેપ્ટર મિસાઈલનો ટુકડો કિશન વેસ્ટ નામના સેક્શનમાં મળ્યો, પરંતુ ત્યાં પણ બધું સુરક્ષિત છે. આ સમયે પોર્ટ પર 8 જહાજો લોડિંગ-અનલોડિંગ કરી રહ્યાં હતા અને તમામ ગતિવિધિઓ સામાન્ય છે. એટલે કે વેપાર અને સપ્લાય પર કોઈ અસર થઈ નથી.

ઈઝરાયેલનું હાઈફા પોર્ટ દેશનું એક મહત્વપૂર્ણ દરિયાઈ કેન્દ્ર છે, જે 30 ટકાથી વધુ આયાત-નિકાસ પ્રવૃત્તિઓને સંભાળે છે. અદાણી જૂથ પાસે આ પોર્ટમાં 70 ટકાની ભાગીદારી છે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch