Tue,08 October 2024,8:21 am
Print
header

હવે ઈરાને ઈઝરાયેલ પર કર્યા જોરદાર મિસાઈલ હુમલા, અમેરિકા થયું ગુસ્સે

Iran Missile Attack On Israel: ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી છે. ઈરાનનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાના નેતા હસન નસરુલ્લાહ અને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાના વિરોધમાં આ મિસાઈલો ચલાવી હતી. જો ઈઝરાયેલ હુમલો કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

મંગળવારે રાત્રે તેલ અવીવ અને જેરુસલેમની નજીક અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યાં હતા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલની મદદ માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સેનાને તાત્કાલિક ઇઝરાયેલની મદદ કરવા જણાવ્યું છે. બાઇડને ઈરાનને પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી દીધી છે.

ઈરાન ઈઝરાયેલ માટે ખતરો છે

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું, ઈરાને અવિચારી રીતે ઈઝરાયેલ પર લગભગ 200 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. હું આ હુમલાની નિંદા કરું છું. ઈરાન મધ્ય પૂર્વમાં અસ્થિર ખતરનાક શક્તિ છે અને ઈઝરાયેલ પર હુમલો આ હકીકતને વધુ દર્શાવે છે. અમે એપ્રિલમાં કર્યું હતું તેમ ઇઝરાયેલને નિશાન બનાવતી ઇરાની મિસાઇલોને તોડી પાડવાના યુએસ સૈન્ય માટેના રાષ્ટ્રપતિ બાઇડેનના આદેશને હું સંપૂર્ણ સમર્થન આપું છું. પ્રારંભિક સંકેતો છે કે અમારી મદદથી ઇઝરાયેલ આ હુમલાને નિષ્ફળ કરવામાં સફળ રહ્યું હતું. અમારી સંયુક્ત સુરક્ષા અસરકારક રહી છે.

આ ઓપરેશન અને સફળ સહકારથી ઘણા નિર્દોષ લોકોના જીવ બચ્યા છે. ઈઝરાયેલની સુરક્ષા માટે મારી પ્રતિબદ્ધતા અતૂટ છે. ઈરાન માત્ર ઈઝરાયેલ માટે જ નહીં, પરંતુ આ ક્ષેત્રમાં યુએસ કર્મચારીઓ માટે, યુએસ હિતો માટે અને સમગ્ર ક્ષેત્રમાં ઈરાનના હાથે પીડાતા નિર્દોષ નાગરિકો માટે પણ ખતરો છે.

ઈઝરાયેલને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન

યુએસ પ્રમુખ જો બાઇડેને કહ્યું, મારા નિર્દેશ પર યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યએ ઇઝરાયેલના સંરક્ષણને સક્રિયપણે સમર્થન આપ્યું છે, અમે હજુ પણ તેની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપે છે. રાષ્ટ્રીય સુરક્ષા ટીમ ઇઝરાયેલના અધિકારીઓ અને તેમના સમકક્ષો સાથે સતત સંપર્કમાં છે.

ઓસ્ટ્રેલિયાના PMએ શું કહ્યું?

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અલ્બેનિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા ઇઝરાયેલ પર ઈરાનના મિસાઈલ હુમલાની નિંદા કરે છે. દુશ્મનાવટ નાગરિકોને જોખમમાં મૂકે છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યાં છીએ.

બ્રિટન ઈઝરાયેલની સાથે છે

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે પણ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. સ્ટારમેરે કહ્યું કે હું નિર્દોષ ઇઝરાયેલી નાગરિકોને નુકસાન પહોંચાડનારા ઇરાનની નિંદા કરું છું. આ સહન કરી શકાય નહીં. અમે ઇઝરાયેલની સાથે ઊભા છીએ અને અમે તેના સ્વ-બચાવના અધિકારને માન્યતા આપીએ છીએ.

સ્પેને સંયમ રાખવાની કરી અપીલ

ઈરાનના મિસાઈલ હુમલા બાદ સ્પેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સ્પેનના વિદેશ મંત્રીએ ઈઝરાયેલ પર ઈરાનના હુમલાની નિંદા કરી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch