Wed,16 July 2025,8:38 pm
Print
header

જેરૂસલેમ અને તેલ અવીવ વિસ્ફોટોના અવાજથી હચમચી ગયા, ટ્રમ્પની યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ ઈરાને ઇઝરાયલ પર કર્યો હુમલો

  • Published By Mahesh patel
  • 2025-06-24 09:30:11
  • /

જેરુસલેમઃ ઇઝરાયલી સેનાએ મંગળવારે તેના નાગરિકોને ચેતવણી આપી હતી કે ઇરાન (Israel Iran War) તરફથી મિસાઇલો છોડવામાં આવી છે. આ સાથે જેરુસલેમ અને તેલ અવીવમાં વિસ્ફોટોના અવાજો પણ સંભળાયા છે. બીરશેબા ઇમારત પર ઇરાની મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને ઘણા ઇઝરાયલીઓ ઘાયલ થયા છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે વાટાઘાટો માટે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું હતું, પરંતુ આ તાજેતરના હુમલાથી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે.

ઇઝરાયલ સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે ઇરાન તરફથી મિસાઇલો છોડવામાં આવતાં સમગ્ર દેશમાં સાયરન વાગ્યા હતા. આ હુમલો ઇરાની સમય મુજબ સવારે 4 વાગ્યા પછી થયો હતો. અગાઉ ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે જો ઇઝરાયેલ તેના હવાઈ હુમલા બંધ કરશે, તો ઇરાન પણ યુદ્ધ બંધ કરશે.

શું ઈરાનના મિસાઈલ હુમલાને કારણે યુદ્ધવિરામ કરાર સ્થગિત રહેશે ?

ઇઝરાયેલી સેનાએ તેના નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની સૂચના આપી હતી. તાજેતરના હુમલાએ ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ પહેલાથી જ ચરમસીમાએ છે.

ઈરાની વિદેશ મંત્રીના નિવેદન પછી એવી આશા હતી કે યુદ્ધ ટાળી શકાય છે. પરંતુ આ મિસાઈલ હુમલાએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. નોંધનિય છે કે ટ્રમ્પે યુદ્ધવિરામની વાત કરી હોવા છંતા બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યાં છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch