વોશિંગ્ટનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના તમામ બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત કરી દીધી છે. જવાબમાં ઈરાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેના બંદરોને નિશાન બનાવવામાં આવશે, તો ફારસની ખાડીથી લઈને ઓમાનના સમુદ્ર સુધીનું કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં. આ નિવેદન બાદ સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે નિયત સમય મુજબ ઈરાનના બંદરો પર આવતા-જતા જહાજોને રોકવાની કાર્યવાહી શરૂ કરશે. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે થયેલી વાતચીત કોઈ પણ સમજૂતી વગર પૂરી થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પગલું ઈરાન પર દબાણ વધારવા માટે લેવાયું છે. ઈરાને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધની કામગીરી ગણાવી છે. ઈરાની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપી છે કે જો ઈરાની બંદરો જોખમમાં મુકાશે તો અન્ય દેશોના બંદરો પણ સુરક્ષિત નહીં રહે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યાં અનુસાર, આ નાકેબંધી એ તમામ જહાજો પર લાગુ થશે જે ઈરાની બંદરોમાં પ્રવેશ કરશે અથવા બહાર નીકળશે, જો કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા અન્ય જહાજોને મંજૂરી અપાશે.
તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. અમેરિકાએ દાવો કર્યો હતો કે ઈરાને તેમની શરતો સ્વીકારી નથી. ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ અને તેમની જપ્ત કરાયેલી સંપત્તિઓ મુક્ત કરવાની માંગ કરી હતી.
આ ચર્ચાઓ નિષ્ફળ ગયા બાદ જ નાકાબંધીનો નિર્ણય લેવાયો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દબાણ સામે ઝુકશે નહીં અને વળતો જવાબ આપવા માટે સક્ષમ છે. 22 એપ્રિલ સુધી લાગુ યુદ્ધવિરામ બાદ સ્થિતિ વધુ વણસી શકે છે અને મોટા સંઘર્ષની આશંકા વધી ગઈ છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમેરિકામાં AI ના ડરથી MBA પ્રવેશમાં ઘટાડો, યુએસ કોલેજોએ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું, ફીમાં 50 ટકા સુધીનો ઘટાડો | 2026-05-19 15:04:20
મિર્ઝાપુરના મર્ચન્ટ નેવી ઓફિસર મનીષ દ્વિવેદી અમેરિકામાં ગુમ, તેમના છેલ્લા શબ્દો આ હતા | 2026-05-19 13:56:35
લંડનના હેરોની ચૂંટણીમાં મૂળ ગુજરાતના ડાકોરના રંગદત્ત જોષીનો દબદબો, મંદિરોના મહંતોએ વોટ આપવા કરી અપીલ | 2026-05-05 20:11:09
વીડિયો, ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 21 લોકોનાં મોત, 61 ઘાયલ | 2026-05-05 08:55:11
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52