Wed,16 July 2025,8:35 pm
Print
header

ખામેનીએ ઇરાનના લોકોને યુદ્ધ જીતવા બદલ અભિનંદન આપ્યાં, કહ્યું ઝાયોનિસ્ટોને કચડ્યાં અને અમેરિકાને તમાચો માર્યો

  • Published By Dilip patel
  • 2025-06-26 16:25:02
  • /

અમેરિકાની દખલગીરી બાદ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ

ઇરાને ફરી એક વખત ડંફાસ મારીને ઇઝરાયેલને નીચું દેખાડ્યું

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ દેશવાસીઓને ઇઝરાયેલ પર વિજય બદલ અભિનંદન આપ્યાં છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ખોટા યહૂદીઓના શાસન પર તમારી જીત બદલ અભિનંદન. બીજી પોસ્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે થોડા સમય પછી ઈરાનના સર્વોચ્ચ નેતા દેશવાસીઓને સંબોધિત કરશે. ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ પછી ખામેનીનું આ પહેલું સંબોધન હશે.

અમેરિકા પર પણ વિજયનો દાવો 

બીજા ટ્વીટમાં ખામેનીએ લખ્યું, હું અમારા પ્રિય ઈરાનને અમેરિકન શાસન પર બીજી જીત માટે અભિનંદન આપું છું. અમેરિકન શાસન સીધા યુદ્ધમાં પ્રવેશ્યું કારણ કે તેને લાગ્યું કે જો તે આમ નહીં કરે, તો ઝાયોનિસ્ટ શાસન સંપૂર્ણપણે નાશ પામશે. આ યુદ્ધથી તેને કંઈ મળ્યું નહીં. અહીં પણ ઇસ્લામિક રિપબ્લિકનો વિજય થયો અને બદલામાં તેમને અમેરિકાના મોઢા પર તમાચો માર્યો.

ઝાયોનિસ્ટ શાસન કચડાઇ ગયું

ખામેનીએ ટ્વીટમાં લખ્યું, હું ઈરાનના મહાન રાષ્ટ્રને અભિનંદન મોકલવા જરૂરી માનું છું. સૌ પ્રથમ નકલી ઝાયોનિસ્ટ શાસન પર વિજય માટે અભિનંદન. બીજું, આટલા બધા ઘોંઘાટ અને દાવાઓ છતાં ઝાયોનિસ્ટ શાસન લગભગ તૂટી પડ્યું છે અને ઇસ્લામિક રિપબ્લિકના ફટકા હેઠળ કચડી નાખવામાં આવ્યું છે.

ખામેનીનો વિડિઓ સંદેશ આવશે

બીજા એક ટ્વિટમાં લખ્યું છે કે, ઈસ્લામિક ક્રાંતિના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ ખામેનીનો પ્રિય અને મહાન ઈરાની રાષ્ટ્ર માટેનો ત્રીજો વીડિયો સંદેશ થોડીવારમાં પ્રકાશિત કરવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch