(Photo Courtsy: AFP)
અબુધાબીઃ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે પાંચમા દિવસમાં પ્રવેશ્યું છે. દરમિયાન સવારે ઈરાનની રાજધાની તેહરાન પ્રચંડ વિસ્ફોટોના અવાજથી ગુંજી ઉઠી હતી. ઈરાની સરકારી ટીવીના અહેવાલ મુજબ, સવારના સમયે તેહરાનની આસપાસ અનેક વિસ્ફોટો થયા હતા. બીજી તરફ, ઈઝરાયેલે જણાવ્યું કે ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલોને કારણે તેણે પોતાની 'એર ડિફેન્સ સિસ્ટમ' સક્રિય કરવી પડી હતી.
સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, UAE એર ડિફેન્સે દેશની સુરક્ષા માટે ઈરાન તરફથી છોડવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, (4 માર્ચ, 2026) UAE એર ડિફેન્સે 3 બેલિસ્ટિક મિસાઈલોને સફળતાપૂર્વક આકાશમાં જ આંતરીને તોડી પાડી હતી. ઉપરાંત, દુશ્મન દેશના કુલ 129 ડ્રોન શોધીની તોડી પડાયા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ જંગ હજુ ઘણા અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલુ રહી શકે છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ઈરાનમાં આ યુદ્ધમાં અંદાજે 800 લોકોના મોત થયા છે.
ઈઝરાયેલે જણાવ્યું કે હિઝબુલ્લાહના આતંકીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા તેણે લેબનાનમાં અનેક સ્થળો પર હુમલા કર્યા છે. લેબનાનના સરકારી મીડિયા અનુસાર, બાલ્બેક શહેરમાં એક રહેણાંક ઇમારત પર ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ઈઝરાયેલે ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને એક ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર હવાઈ હુમલા કર્યા હતા.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, BLA એ 25 સૈનિકો માર્યા હોવાનો દાવો કર્યો | 2026-09-04 09:21:24
અમેરિકાના મિનિયાપોલિસમાં અંધાધૂંધ ગોળીબાર, બે લોકોનાં મોત, બે પોલીસ અધિકારીઓ સહિત અનેક ઘાયલ | 2026-09-03 09:00:11
નેપાળમાં ફરી તબાહીની આશંકા: ભોટેકોશી નદીની જળસપાટી વધતાં NDRRMA દ્વારા એલર્ટ જારી | 2026-08-30 09:46:51
નેપાળમાં ભયાનક પૂરમાં વડોદરાનું એક NRI દંપતી ગુમ, મોતનો આંકડો 350 અને 1400 લોકો ગુમ | 2026-08-27 20:33:58
નેપાળમાં ભયંકર પૂરથી ભારે વિનાશ સર્જાયો, 160 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 750 લોકો ગુમ | 2026-08-27 06:47:48
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26