Mon,13 April 2026,1:11 pm
Print
header

ઈરાનને મોટો ફટકો: IRGC નેવી ચીફ રિયર એડમિરલ તંગસીરીના મોતના અહેવાલ

  • Published By
  • 2026-03-26 15:36:22
  • /

તેહરાનઃ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌકાદળના કમાન્ડર રિયર એડમિરલ અલીરેઝા તંગસીરીના મોતના સમાચારે મધ્ય પૂર્વમાં તણાવ વધારી દીધો છે. ઈઝરાયેલી મીડિયાએ દાવો કર્યો છે કે, અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં બંદર અબ્બાસ ખાતે તંગસીરી માર્યા ગયા છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે ટિપ્પણી કરવામાં આવી નથી.

અલીરેઝા તંગસીરી 2018 થી IRGC નૌકાદળના કમાન્ડર તરીકે કાર્યરત હતા. તેઓ ઈરાનની નૌકાદળ વ્યૂહરચનાના મુખ્ય ચહેરાઓમાંથી એક માનવામાં આવતા હતા. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની ધમકી અને તે માટેના આયોજન સાથે તેમનું નામ સીધું જોડાયેલું હતું. આ માર્ગ વિશ્વના ઓયલ એક્સપોર્ટ માટે અત્યંત મહત્વનો છે, જ્યાંથી વૈશ્વિક ઓયલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે.

તંગસીરીએ અનેકવાર જાહેર મંચ પરથી કહ્યું હતું કે જરૂર પડ્યે ઈરાન આ જળમાર્ગને બંધ કરી શકે છે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલ સામે ઈરાનની દરિયાઈ લશ્કરી ક્ષમતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એવા ગણ્યાગાંઠ્યા મોટા નામોમાં સામેલ હતા, જે અત્યાર સુધી અમેરિકા-ઈઝરાયેલના કથિત નિશાન બનવાથી બચતા આવ્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch