Tue,17 June 2025,10:43 am
Print
header

કર ચોરી કરનારાઓ સામે સ્ટેટ GST વિભાગનો સપાટો, રૂ.15 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી

  • Published By
  • 2025-05-24 20:31:17
  • /

(પ્રતિકાત્મક ફોટો)

સ્ટેટ જીએસટી વિભાગે કરોડો રૂપિયાની કરચોરી ઝડપી પાડી

13 જગ્યાઓ પર થયા હતા દરોડા

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરચોરો સામે ઓપરેશન શરૂ કરાયું છે, આ વખતે મેન પાવર સર્વિસ પ્રોવાઇડર્સ સામે સ્ટેટ જીએસટી વિભાગની જુદી જુદી ટીમોએ તપાસ કરી હતી. જેમાં 15 કરોડ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી લેવામાં આવી છે. 2 મે 2025 ના રોજ મહેસાણા, અમદાવાદ અને જૂનાગઢ ખાતેના 7 મેનપાવર સર્વિસ પ્રોવાઈડર્સના 13 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન કરચોરીની અનેક ગંભીર અનિયમિતતાઓ ધ્યાનમાં આવી હતી, કેટલાક સર્વિસ પ્રોવાઈડર્સે સરકારી વિભાગો પાસેથી GST વસૂલ કર્યો હતો પરંતુ સરકારી તિજોરીમાં જમા કરાવ્યો ન હતો. સાથે જ સર્વિસ પ્રોવાઈડર્સે મળવાપાત્ર ના હોય તેવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવેલી, ઓછું ટર્નઓવર બતાવેલું અને રજિસ્ટ્રેશનને લગતી વિગતો ખોટી આપી હોવાનું પણ સામે આવ્યું છે.

તપાસ દરમિયાન ડિઝિટલ સામગ્રી અને હિસાબી ચોપડા જપ્ત કરાયા હતા, ઉંડી તપાસ બાદ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી છે

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch