3 વિદેશી નાગરિકોનાં મોત થઇ ગયા, 17 ઘાયલ
અનેક વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો
International News: પાકિસ્તાનના કરાંચીમાં જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક મોડી રાત્રે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ વિદેશી નાગરિકોના મોત થયા છે. જ્યારે 17થી વધુ લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલાઓમાં બે ચીની નાગરિકો પણ છે.
ચીનની એમ્બેસીએ જણાવ્યું હતું કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યે બની હતી. અહીં જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. સિંધ પ્રાંતમાં પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આતંકી સંગઠન બલૂચિસ્તાન નેશનલ આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે.
સિંધ પ્રાંતના ગૃહ પ્રધાન ઝિયા ઉલ હસન લંજરે આશંકા વ્યક્ત કરી હતી કે વિસ્ફોટ માટે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તમામ ઘાયલોને સારવાર માટે જિન્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના સ્થળની નજીક આગની મોટી જ્વાળાઓ દેખાઈ રહી હતી. નોર્થ નાઝીમાબાદ અને કરીમાબાદ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. એટલું જ નહીં, એરપોર્ટ નજીક કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#WATCH | At least three foreign nationals died while 17 others sustained injuries in a huge explosion near Jinnah International Airport, Karachi, reports Pakistan's Geo News.
— ANI (@ANI) October 7, 2024
(Video: Reuters) pic.twitter.com/qrJdStV9F7
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન, જાણો વિશ્વના નેતાઓએ તેમના સંદેશમાં શું કહ્યું? | 2024-11-06 14:47:19
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો પ્રથમ ભાષણમાં શું કહ્યું? | 2024-11-06 14:30:42
વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ માવજી પટેલની ફટકાબાજી, કહ્યું- પાટીલનો પાવર ઉતારવાનો છે – Gujarat Post | 2024-11-06 14:15:57
Temple: આ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા હવે ફી ચૂકવવી પડશે- Gujarat Post | 2024-11-06 09:23:48
અમેરિકમાં ચૂંટણી પરિણામ આવવાના શરૂ, ટ્રમ્પને 17 અને કમલા હેરિસને 9 રાજ્યોમાં લીડ- Gujarat Post | 2024-11-06 09:08:35
US Elections 2024: કેન્ટુકી, વર્જિનિયા અને ઇન્ડિયાનામાં ટ્રમ્પની જીત, કમલાની હાર નક્કિ જેવી | 2024-11-06 08:17:31
US Elections 2024: અમેરિકામાં મતદાન ચાલુ, જાણો રાષ્ટ્રપતિ ચૂંટણીની કેટલીક અજાણી વાતો- Gujarat Post | 2024-11-05 22:11:07
હમ આપ કે હૈ કૌન...ના પ્રસિદ્ધ ગાયિકા શારદા સિંહાનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ | 2024-11-06 08:01:45
US Presidential Election: અમેરિકાના 30 થી વધુ રાજ્યોમાં મતદાન ચાલુ, પરિણામ પર દુનિયાની નજર | 2024-11-05 22:01:21
US Elections 2024: અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન, ટ્રમ્પ અને હેરિસે કર્યો જીતનો દાવો- Gujarat Post | 2024-11-05 09:15:49