Isreal Lebnon News: હિઝબુલ્લાએ તેના ટોચના કમાન્ડર, ઇબ્રાહિમ કોબાબીના મોતની પુષ્ટિ કરી હતી, જે દક્ષિણ બેરૂતમાં ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં છ માળની ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી, જ્યાં અનેક લોકોનાં મોત થઇ ગયા છે. થોડા જ દિવસોમાં ઇઝરાયેલનો આ ત્રીજો મોટો હુમલો હતો. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે કોબેસી આતંકવાદી સંગઠનના પહેલા સભ્યને મૃત જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે ઈઝરાયેલે કહ્યું કે કોબેસી હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર હતો, જે સંગઠનના રોકેટ અને મિસાઈલ યુનિટનો હવાલો સંભાળતો હતો. ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે કોબેસી ઇઝરાયેલને લક્ષ્યમાં રાખીને રોકેટ અને મિસાઇલો ચલાવવા માટે જવાબદાર હતો, અને ત્રણ ઇઝરાયેલી સૈનિકોનું અપહરણ અને હત્યાના કેસમાં તેનો જ હાથ હતો.
સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટેરેસે લેબનોન પરના હુમલા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આવા હુમલાઓ માત્ર અસ્થિરતાને પ્રોત્સાહન આપે છે. યુએનના વડાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરતા દેશો અને હુમલા કરીને આ કાયદાઓથી બચવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. હાલમાં લેબનોનમાં ઈઝરાયેલ સેનાના હુમલામાં અનેક લોકોનાં મોત થયા છે. લેબનીઝ આરોગ્ય મંત્રાલય દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ હુમલામાં 50 બાળકોનાં મોત થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Breaking News: પ્લેન ક્રેશની આ રહી પ્રથમ તસવીર, મૃતદેહો સિવિલ હોસ્પિટલ લઇ જવાયા | 2025-06-12 14:43:12
કેન્યામાં ભારતીય પ્રવાસીઓને લઈને જતી બસ ઉંધી વળી, પાંચ લોકોનાં મોત- Gujarat Post | 2025-06-11 09:08:00
ઓસ્ટ્રિયાની એક સ્કૂલમાં ફાયરિંગમાં 11 વિદ્યાર્થીઓનાં મોત, અનેક ઘાયલ | 2025-06-10 16:48:11
Big News: યુક્રેન પર 500 જેટલા ડ્રોન અને 20 મિસાઇલ ત્રાટકી, રશિયાએ કરી દીધો સૌથી મોટો હુમલો | 2025-06-09 18:09:35
ગુગલના CEO સુંદર પિચાઈએ AI વિશે એવી વાત કહી કે કોડિંગ એન્જિનિયરો ખુશ થઈ જશે | 2025-06-09 09:41:13
હાફિઝ અબ્દુલ રઉફ આતંકવાદી નથી, બિલાવલ ભુટ્ટોનું નફ્ફાટઇભર્યું નિવેદન, ભારત પર લગાવ્યો મોટો આરોપ | 2025-06-08 09:03:52