Thu,25 April 2024,6:41 am
Print
header

INTAS ફાર્માના કોરોના પોઝિટિવ કેસ બાદ અન્ય કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન રહેવાની સૂચના

GUJARATPOST NEWS IMPACT 

અમદાવાદઃ ચાંગોદર મેટોડામાં આવેલી જાણીતી ફાર્મા કંપની ઇન્ટાસ ફાર્મામાં  ઓન્કોલીજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હોવાના ગુજરાત પોસ્ટ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે અને તાત્કાલિક ધોરણે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટને સતર્કતાના ભાગરુપે બંધ કરી દેવામાં આવ્યું છે. જે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા.ઉપરાંત,તેમના પરિવારજનોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.  ક્વોરન્ટાઇન કરાયેલા વ્યક્તિઓનું લિસ્ટ પોલીસ વિભાગને આપી દેવામાં આવ્યું છે.  આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઇન્ટાસ ફાર્માના ઉચ્ચ અધિકારીએ ગુજરાત પોસ્ટ ન્યૂઝ સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે જે કર્મચારીઓનાં રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. આ મુશ્કેલીમાં તેમના પરિવારજનોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે કંપની દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સરકારની માર્ગદર્શિકા મુજબ અન્ય કર્મચારીઓને હોમ કવોરન્ટાઇન પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. અગાઉથી જ કંપનીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ , ફેસ માસ્ક અને શિલ્ડ જેવી બાબતોનો અમલ કરવામાં આવી રહ્યો છે.  કંપનીએ સામાજિક જવાબદારી સાથે પોતાના કર્મચારીઓનું અને તેમના પરિવારનું હીત જોઇને તાત્કાલિક બધા જ પ્રકારના પગલા લીધા છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar