અમદાવાદઃ ચાંગોદર મેટોડામાં આવેલી ઇન્ટાસ ફાર્મા કંપનીના ચાર કર્મચારીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાંની ઘટના બાદ પણ ઘણા કર્મચારીઓને કંપની દ્વારા નોકરી પર બોલાવવામાં આવતા હોવાનો અહેવાલ GUJARATPOST NEWS માં આવતા ઇન્ટાસ ફાર્માના સંચાલકો સફાળા જાગ્યા હતા અને ઇન્ટાસ ફાર્મામાં આવેલા ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાત, કોરોના સંક્રમિત કર્મચારીઓ સાથે સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ચકાસણી કરાઇ હતી.જેમાં સાણંદ તાલુકાના મોડાસર ગામમાં રહેતા અને ઇન્ટાસ ફાર્મામાં નોકરી કરતા 2 કર્મચારીઓનાં નોવેલ કોરોના વાઇરસના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.ત્યારે બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા કંપનીમાં કામ કરનારા અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ છે.
ઇન્ટાસ ફાર્મા કંપનીમાં કામ કરનારા એક કર્મચારીએ જણાવ્યું છે કે પહેલા કેસ આવ્યાં હોવા છંતા, ઓફિસમાં આવવા માટે દબાણ કરાયું હતુ, કારણ કે કંપનીમાં કામગીરી બંધ રહે તે કંપનીને પોસાય તેમ ન હતુ, પરંતુ GUJARATPOST NEWS ના અહેવાલ પછી કંપનીએ એક સપ્તાહ માટે કામગીરી બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે કંપનીએ પહેલાથી જ પોતાના કર્મચારીઓના આરોગ્યની ચિંતા કરવાની જરૂર હતી અને કોરોના પોઝિટિવ લોકોનાં સંપર્કમાં આવેલા કર્મચારીઓને ક્વોરન્ટાઇન કરવા જોઇતા હતા, જે કામગીરી મોડી કરવામાં આવી છે. નોંધનિય છે કે કોરોનાની મહામારીમાં અનેક એવા કિસ્સા સામે આવ્યાં છે કે કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને ઓફિસ આવવા ફરજ પડાય છે અને કેટલાક કિસ્સાઓમાં કંપનીઓ કર્મચારીઓના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતી, ફાર્મા કંપનીઓમાં દવાઓનું ઉત્પાદન ચોક્કસથી જરૂરી જ છે, પરંતુ સાથે સાથે કર્મચારીઓના જીવ પણ મહત્વના છે. બેદરકારી કરનારી કોઇ પણ કંપનીઓ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ કે જેઓ પોતાના કર્મચારીઓના જીવ જોખમમાં મુકી રહી છે, આરોગ્ય મંત્રી નીતિન પટેલે પણ આવા કિસ્સાઓની તપાસ કરીને તાત્કાલિક કોઇ કડક કાર્યવાહી કરવી જોઇએ.
જાણો કંપનીએ આ મામલે શું કહ્યું ?
કંપનીએ 2 કર્મચારીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખુલાસો કર્યો છે કે હાલમાં જ જ્યાં 2 કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યાં છે, તે જગ્યાએ મોડાસર ગ્રામ પંચાયત દ્વારા 22 કોન્ટ્રાક્ટ કામદારોનું પરીક્ષણ કરાયું છે. જેમાંથી 2 કર્મચારીઓનાં કોરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે (તમારે જાણવું જરૂરી છે કે આ 22 કર્મચારીઓનાં કોરોના રિપોર્ટ મોડાસર ગ્રામ પંચાયતે કઢાવ્યાં છે) ઇન્ટાસના એક અધિકારીએ કહ્યું છે કે કોરોના પોઝિટિવ દર્દીઓને પ્રાયવેટ નામાંકિત હોસ્પિટલમાં દાખલ કરાયા છે (જો કે હોસ્પિટલનું નામ પણ આપ્યું નથી) ઇન્ટાસ ફાર્માએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ કામદારોને 2.50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે પ્રાયવેટ હોસ્પિટલો 5-5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલી રહી છે (અહી સવાલ એ પણ છે કે જો કોન્ટ્રાક્ટ પરના આ વર્કરોનું બિલ ઇન્ટાસ કંપની નહીં ચુકવે તો વર્કરો પ્રાયવેટ હોસ્પિટલોનું લાખો રૂપિયાનું બિલ કેવી રીતે ભરી શકશે ?) જો કે આ બધી બાબતે પુરી સ્પષ્ટતા નથી કરાઇ, સાથે જે વિભાગના કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે, તે વિભાગને હાલ પુરતો બંધ કરીને અને કર્મચારીઓને રજા પર મોકલીને કંપનીએ સારૂ કામ કર્યું છે, જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય, સાથે જ કર્મચારીઓનાં આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું હોવાનું ઇન્ટાસના એક અધિકારીએ જણાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07