નરોડામાં રહેતી એક યુવતી સાથે બની હતી ઘટના, યુવક સામે છેતરપિંડીનો અન્ય મામલો પણ સામે આવ્યો
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના વોટ્સએપમાં (whatsapp) એક મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ મોકલનારે પોતાની ઓળખ ઇનર વેર (innerware) બનાવતી કંપનીના કર્મચારી તરીકે આપીને કહ્યું હતુ કંપની તેમના કપડાની જાહેરાત માટે મફતમાં વિતરણ કરી રહી છે. જેથી યુવતીએ હા પાડી હતી ઇનર વેર મંગાવવા માટે કહ્યું હતુ. બાદમાં યુવકે ફરીથી ફોન કર્યો હતો કે તેમની કંપનીને જે સાઇઝ મોકલવાની છે તે પહેરીને ફોટો પાડીને મોકલવો પડશે.આ સાથે તેણે એક યુવતીનો ઇનર વેર પહેરેલો ફોટો મોકલ્યો હતો.તેના જેવો જ ફોટો મોકલવા કહ્યું હતુ. યુવતીએ ખાલી પોતાના ઇનર વેરનો જ ફોટો મોકલતા મેસેજ કરનાર યુવકે યુવતીને અપશબ્દો કહ્યાં હતા.
બાદમાં યુવતીને જાણવા મળ્યું હતુ કે યુવકે આ પ્રકારના મેસેજ યુવતીના બહેન અને લોકોને પણ કર્યાં હતા. જેને આધારે સાયબર ક્રાઇમ (cyber cell)માં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરુ કરી હતી. ટેકનીકલ સર્વેલન્સને આધારે પોલીસે સુરજ રાજેશરાવ ગાવલેની ( ઉ.વ.25) ધરપકડ કરી હતી. જે ચાંદખેડા સુદામા પાર્ક ખાતે રહે છે. તેની પૂછપરછ અને મોબાઇલની તપાસ કરતા અન્ય ઘણી યુવતીઓ સાથે તેણે આ મોડસ ઓપરેન્ડીથી ફોટો મંગાવેલા હોવાનું ખુલ્યુ છે. યુવકે બીજી મોડસ ઓપરેન્ડીથી નાણાં પડાવ્યાં હતા. જેમાં તે શ્રીરામ ફાયનાન્સ કંપનીની લોન સસ્તા દરે આપવાનું કહીને પ્રથમ હપ્તા પેટે 1500 રુપિયા તેમજ પ્રોસેસીંગ ફીના નામ પર પૈસા પડાવતો હતો.જે અંગે પોલીસે ભોગ બનનાર વ્યક્તિનો સંપર્ક કરતા તેણે પણ ફરિયાદ નોંધાવતા પોલીસે સુરજ ગાવલે સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07