ગાંધીનગરઃ હજુ પેટા ચૂંટણીની (Gujarat By Election 2020) તારીખો પણ જાહેર નથી થઈ ત્યાં નેતાઓનું આવન જાવન શરૂ થઈ ગયું છે. હાલ ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Season) નું સત્ર ચાલી રહ્યું છે અને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ (Rajiv Satav) પણ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુરુવારે રાત્રે વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ના બંગલે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.જેમાં રાજકોટ કોંગ્રેસ (Rajkot Congress)ના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru)એ ઘર વાપસી કરી છે, ધાનાણીના બંગલે કોંગ્રેસના પ્રભારી સચિવ રાજીવ સાતવની હાજરીમાં તેઓએ કોંગ્રેસના માળામાં પુનઃપ્રવેશ કર્યો હતો. અમિત ચાવડા (Amit Chavda), અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadia) સહિત કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતમાં તેઓ ફરી કોંગ્રેસમાં ભળી ગયા હતા.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ 2017માં ગુજરાતના (Gujarat Assembly Election 2017) મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) સામે રાજકોટમાંથી ચૂંટણી લડ્યાં હતા, પરંતુ તેઓએ જૂથવાદનું કારણ આગળ ધરીને કોંગ્રેસ છોડી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુની વાપસીથી રાજકોટ (Rajkot) અને સૌરાષ્ટ્ર (Saurashta)માં કોંગ્રેસ ફરીથી મજબૂત બનશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુની ગણના ધનાઢ્ય ધારાસભ્યોમાં થાય છે.
રાજ્યસભાની ચૂંટણી (Gujarat Rajyasabha Election 2020) પહેલા તોડજોડની રાજનીતી ચાલતી હતી ત્યારે પક્ષના ધારાસભ્ય ન તૂટે તે માટે ઈન્દ્રનીલ રાજ્યગુરુના રીસોર્ટમાં જ સૌરાષ્ટ્રના ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. થોડા મહિનાઓ પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં જૂથવાદ અને પોતાના અમુક ચોક્કસ લોકો સાથેની નારાજગીથી કોંગ્રેસ છોડી હતી.
આમ વિજય રુપાણી (Vijay Rupani)ના હોમટાઉન (Home Town)માં ગાબડું પાડવામાં પરેશ ધાનાણી (Paresh Dhanani) ની રાજનીતી (Politics) કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03