ઇન્ડોનેશિયાઃ 240 લોકોને લઈને જતા એક પેસેન્જર જહાજનો જાવા સમુદ્રમાં સંપર્ક તૂટ્યો છે. અધિકારીઓએ રવિવારે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વિર્ગો ટ્રાન્સપોર્ટ 8 પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી બોર્નિયો ટાપુ પર દક્ષિણ કાલીમંતન પ્રાંતની રાજધાની બંજરમાસિન જઈ રહ્યું હતું.
સંપર્ક ઠપ્પ થઈ ગયું હોવાનો દાવો
બંજરમાસિનમાં શોધ અને બચાવ કાર્યાલયના જણાવ્યાં અનુસાર, તેમને માહિતી મળી હતી કે સફર દરમિયાન જહાજનો સંપર્ક નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ બચાવ એજન્સીઓએ તેનું છેલ્લું લોકોશન શોધીને જહાજની શોધ શરૂ કરી. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, જહાજનું છેલ્લું લોકેશન જાવા સમુદ્રમાં હતું, જે બંજરમાસિનના એક થાંભલાથી આશરે 148 કિલોમીટર દૂર હતું.
અધિકારીઓએ જણાવ્યું કે કુલ 240 લોકો આ જહાજમાં સવાર હતા. જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.બચાવ ટીમો સમુદ્રમાં જહાજને શોધી રહી છે. સંપર્ક તૂટવાનું કારણ અને તેનું વર્તમાનની લોકેશન હાલમાં શોધવામાં આવી રહ્યું છે.
વિર્ગો ટ્રાન્સપોર્ટ 8 ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ કાલીમંતનની રાજધાની બંજરમાસિન માટે રવાના થયું હતું. સફર દરમિયાન, જાવા દરિયામાં તેનો સંપર્ક તૂટી ગયો. અધિકારીઓ જહાજના છેલ્લા લોકેશનના આધારે શોધ ખોળ હાથધરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21