Tue,23 April 2024,11:48 am
Print
header

કોરોનાના કેસ વધતા ઈન્ડોનેશિયામાં લગાવાયું આંશિક લોકડાઉન

જકાર્તાઃ દક્ષિણ એશિયામાં કોરોના વાયરસ સંક્રમણના પ્રકોપને જોતાં ઈન્ડોનેશિયાએ રાજધાની જકાર્તમાં આંશિક લોકડાઉન લગાવ્યું છે. દેશમાં મસ્જિદો, રેસ્ટોરેંટ અને શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યાં છે. ગઈકાલે 25 હજારથી વધુ નવા કેસ અને 59 લોકોના મોત થયા હતા. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના આ પ્રયાસોમાં સહયોગ આપતાં ઈન્ડોનેશિયાએ એરએશિયા ગ્રુપની ફ્લાઇટ પર 6 જુલાઈથી એક મહિના માટે અસ્થાયી રોક લગાવી દીધી છે.આ જાણકારી કંપનીએ ટ્વીટ કરીને આપી છે. કંપનીએ એમ પણ જણાવ્યું કે બજેટ એરલાઇને પેસેન્જરની ટિકીટનું રિફંડ આપવાનો વિકલ્પ પણ આપ્યો છે તથા રિશિડ્યૂલિંગની સલાહ પણ આપી છે.

લોકડાઉન લાગુ કર્યાં બાદ પોલીસ પણ કડક ચેકિંગ કરી રહી છે.જાવા આઇલેંડમાં 400થી વધારે ચેકપોઇન્ટ ઉભી કરવામાં આવી છે. ચેક પોઇન્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વેક્સિનનો ડોઝ લીધેલા તથા નેગેટિવ ટેસ્ટ આવ્યા બાદ જ લોકોને આગળ જવા દેવામાં આવે છે.

છેલ્લા એક સપ્તાહમાં અહીં રેકોર્ડ નવા કેસ આવ્યાં છે સત્તાવાર આંકડા મુજબ દેશમાં કુલ 22 લાખથી વધારે મામલા છે 59,534 લોકોના મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch