નવી દિલ્હીઃ ED એ ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ડ્રગ્સ નેટવર્ક અંગે મોટા ખુલાસા કર્યાં છે. જેમાં સામે આવ્યું છે કે મિઝોરમથી ડ્રગ્સ અને ફાઇનાન્સિયલ લિંક્સ ભારતના અન્ય રાજ્યો સુધી ફેલાયેલી છે. આ કાર્યવાહીમાં ED એ 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. મિઝોરમ પોલીસની તપાસમાં ગુજરાતની ક્રિશિવ એન્ટરપ્રાઇઝીસ ફર્મની સંડોવણી સામે આવી છે.
ક્રિશિવ એન્ટરપ્રાઇઝીસ દ્વારા સ્યુડોએફેડ્રીન ટેબ્લેટ અને કેફેઈન સપ્લાય કરવામાં આવ્યું હતુ. મિઝોરમ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓના આર્થિક વ્યવહારો પરથી આ મોટો ઘટસ્ફોટ થયો છે.
આ ડ્રગ્સ નેટવર્કમાં હવાલા ટ્રાન્જેક્શનમાં સામેલ આસામના અબુ સાલેહ સેફુદ્દીનની સંડોવણી પણ સામે આવી છે. મેથેમ્ફેટામાઈન બનાવવા માટેનું રો-મટીરીયલ બોર્ડરથી મ્યાનમાર પહોંચાડવામાં આવતું હતું. સાલેહ સાથે મિઝોરમના ચંફાઈથી ઝોડીનથારા અને લાલરામપરી નામના શખ્સો પણ સામેલ હતા.
ઉપરાંત મ્યાનમારના એક વ્યક્તિ દ્વારા ભારતીય વ્યક્તિના GST નંબર અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે. મિઝોરમ બોર્ડરથી ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસમાં હજુ મોટા ઘટસ્ફોટ થશે, નોંધનિય છે કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરાની કેસમાં હવે ઇડી તપાસ કરી રહી છે.
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી: તિલક વર્મા કેપ્ટન | 2026-05-14 16:47:14