Wed,16 September 2026,2:59 pm
Print
header

અમેરિકાના મિનિયાપોલિસમાં અંધાધૂંધ ગોળીબાર, બે લોકોનાં મોત, બે પોલીસ અધિકારીઓ સહિત અનેક ઘાયલ

  • Published By Panna patel
  • 2026-09-03 09:00:11
  • /

વોશિંગ્ટનઃ અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં ગોળીબાર થયો હતો, જ્યાં એક બંદૂકધારીએ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગોળીબાર કર્યો હતો. આ સનસનાટીભર્યા ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે છ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 5:45 વાગ્યે પૂર્વ ગ્રાન્ટ સ્ટ્રીટ પર એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં બની હતી. અચાનક ગોળીબાર પછી ચીસો અને બૂમો પડી હતી.

આ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત છે, જ્યાં કન્વેન્શન સેન્ટર, ઘણી મોટી હોટલો અને નજીકમાં એક હોસ્પિટલ છે. ઘટના પછી તરત જ ઘણા પોલીસ વાહનો અને સશસ્ત્ર અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો.

મિનિયાપોલિસ પોલીસના જણાવ્યાં અનુસાર, ઘાયલોમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch