Sat,13 December 2025,1:11 am
Print
header

માલીમાં આતંકવાદીઓએ 5 ભારતીયોનું અપહરણ કર્યું, પરિવારજનોએ કરી છોડાવવાની માંગ

  • Published By Mahesh patel
  • 2025-11-08 10:03:04
  • /

પશ્વિમ આફ્રિકાઃ માલીમાં આતંકવાદીઓએ પાંચ ભારતીયોનું અપહરણ કરીને બંધક બનાવ્યાં છે. બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ (Electrification Project) પર કામ કરી રહેલા ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે કોબ્રી (Kobri) વિસ્તાર પાસે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ માલીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પુરવઠા પ્રોજેક્ટ ચલાવતી કંપનીના કર્મચારી હતા.

કંપનીના પ્રતિનિધિએ 5 ભારતીય નાગરિકોના અપહરણની પુષ્ટિ કરી છે અને બાકીના કર્મચારીઓને રાજધાની બમાકો સુરક્ષિત પહોંચાડી દેવામાં આવ્યાં છે. 

માલીમાં હાલમાં સૈન્ય જુન્ટાની સત્તા છે, પરંતુ દેશ આતંકી હિંસાથી પીડાઈ રહ્યો છે. અહીં ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદા, અને ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ (JNIM) જેવા જિહાદી જૂથોનો પ્રભાવ છે, જેમાં JNIM જનતાને પરેશાન કરી રહ્યું છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે માલીની સરકારના સંપર્કમાં છે અને અપહરણકારોને છોડાવવા પ્રયાસ શરૂ કરાયા છે.

નોંધનિય છે કે થોડા સમય પહેલા જ સુદાનમાં ઓડિશાના આદર્શ બેહેરાનું અપહરણ થયું હતું. તેમને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) મિલિશિયાએ બંધક બનાવ્યાં હતા. છે, તે અહીં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતા હતા અને હવે ફરીથી ભારતીયોનું અપહરણ કરવામાં આવતા પરિવારજનોની ચિંતા વધી ગઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch