Tue,17 June 2025,9:43 am
Print
header

કેન્યામાં ભારતીય પ્રવાસીઓને લઈને જતી બસ ઉંધી વળી, પાંચ લોકોનાં મોત- Gujarat Post

  • Published By Panna patel
  • 2025-06-11 09:08:00
  • /

બસમાં કુલ 28 પ્રવાસીઓ હતો

પ્રવાસીઓ કતારથી કેન્યાની મુલાકાતે આવ્યાં હતા

એમ્બેસીએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

નૈરોબીઃ કેન્યામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેરળના પાંચ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના ન્યારુરુ નજીક સર્જાઈ હતી. જે નૈરોબીથી લગભગ 150 કિ.મી. દૂર આવેલો એક વિસ્તાર છે. આ બસમાં કુલ 28 ભારતીય પર્યટકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કતારથી કેન્યાની મુલાકાતે આવ્યાં હતા. દુર્ઘટનામાં અનેક યાત્રીઓ ઈજાગ્રસ્ત પણ છે. રાહત અને બચાવ કાર્યમાં લોકા કેરળ સભા અને નોરકા રુટ્સ સક્રિય છે.

કતારમાં સંચાલિત ભારતીય એમ્બેસીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે 28 ભારતીયોને લઇ જતી બસને કેન્યામાં અકસ્માત નડ્યો હતો અને તેમાં પાંચ ભારતીયોના મોત નીપજ્યાં છે. નૈરોબીના અધિકારીઓ સતત અમારા સંપર્કમાં છે. એમ્બેસીએ કોઈપણ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch