Wed,24 April 2024,8:13 pm
Print
header

અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post

(મૃતક સાંઈ ચરણની ફાઈલ તસવીર)

સાંઈ ચરણ ઓગસ્ટ 2020માં જ અમેરિકા ગયા હતા

એમએસ પૂરું કર્યાં બાદ તે મેરીલેંડમાં છ મહિનાથી કામ કરતા હતા

પુત્રના મોતના સમાચાર સાંભળી માતા-પિતા બેહોશ થઈ ગયા

વોશિંગ્ટનઃ અમેરિકાના મેરિલેંડ રાજ્યમાં ભારતીય મૂળના 25 વર્ષીય સાંઇ ચરણ નક્કાની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે, તેના માથામાં ગોળી મારવામાં આવી હતી. તે એક એસયુવીમાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યાં હતા.

સાંઈ ચરણને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતો, જ્યાં થોડા સમય પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાલ્ટીમોર પોલીસે હત્યાની તપાસના આદેશ આપ્યાં છે. સાંઈ ચરણ ઓગસ્ટ 2020માં જ અમેરિકા ગયો હતો, એમએસ પૂરું કર્યાં બાદ તે મેરીલેંડમાં છ મહિનાથી કામ કરતો હતો.

તેલંગાણાના નાલગોંડામાં રહેતા સાંઈ ચરણનો પરિવાર આ જાણીને  શોકમગ્ન થઈ ગયો છે.વ્હાલસોયાના મોતના સમાચાર સાંભળી પિતા એન.નરસિમ્હા અને માતા પદ્મા બેહોશ થઈ ગયા હતા,નરસિમ્હાએ કહ્યું કે તેમને હૈદરાબાદમાં રહેતા તેમના ભાઈ પાસેથી પુત્રના મૃત્યુંની માહિતી મળી. અમે અમારા પુત્રને અમેરિકા મોકલવા માંગતા ન હતા.અમે ઇચ્છતા હતા કે તે અહીં રહે. તેણે ગત શુક્રવારે જ મારી સાથે વાત કરી હતી અને બેંક ખાતાની વિગતો મોકલવા કહ્યું હતું. નરસિમ્હાએ કહ્યું કે તેણે તાજેતરમાં એક નવી કાર ખરીદી હતી. અમને કહેવામાં આવ્યું છે કે ઘટના સમયે તે કારમાં એકલો હતો. એવું લાગે છે કે તે ફરવા ગયો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch