ઓસ્ટ્રેલિયાઃ એડિલેડ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો છે. જાતિવાદી હુમલામાં ભારતીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. વિદ્યાર્થીની ઓળખ ચરણપ્રીત સિંહ તરીકે થઈ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાએ આ ઘટનાની માહિતી આપી છે. 23 વર્ષીય ચરણપ્રીત સિંહ પર શનિવારે હુમલો થયો હતો. આ હુમલો પાર્કિંગ વિવાદને લઈને થયો હતો.
વિદ્યાર્થી ચરણપ્રીત સિંહે શું કહ્યું ?
9 ન્યૂઝના એક અહેવાલ મુજબ ચરણપ્રીત સિંહે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેના વાહન પાસે આવ્યાં અને જાતિવાદી અપશબ્દો બોલ્યા અને તેના પર હુમલો કર્યો, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. તેના માથામાં ઈજા થઈ છે અને ડાબી આંખની પાસે ઈજા થઇ છે, જડબામાં સોજો છે. માથા પરનો સોજો હજુ ઓછો થયો નથી.
પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી
9News ના સમાચાર મુજબ, ઘટના બાદ એનફિલ્ડના 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ પર હુમલો અને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં છે. પોલીસે અન્ય ફરાર હુમલાખોરની શોધ શરૂ કરી દીધી છે અને લોકોને હુમલાખોરો વિશે માહિતી આપવા અપીલ પણ કરી છે.
ભારતીય સમૂદાયના લોકો ગુસ્સામાં
ભારતીય વિદ્યાર્થી ચરણપ્રીત સિંહ પર થયેલા હુમલા બાદ એડિલેડમાં ભારતીય સમુદાય ગુસ્સે ભરાયો છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ્સની સુરક્ષા અંગે પણ ચિંતા વધી ગઈ છે. ઘણા લોકો ચરણપ્રીતના સમર્થનમાં બહાર આવ્યાં છે અને વંશીય હિંસા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર પીટર માલિનૌસ્કાસે આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે વંશીય હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તે થવા જોઈએ નહીં.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40