Fri,19 April 2024,7:00 pm
Print
header

ચીનને મોદી સરકારે માર્યો જોરદાર ફટકો, TikTok સહિત 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ

નવી દિલ્હીઃ સરહદ પર તણાવ ઉભો કરીને ભારતને વારંવાર ધમકી આપનારા ચીનને મોદી સરકારે જોરદાર ઝટકો આપ્યો છે, ભારતમાં TikTok, શેયરઇટ, યુસી બ્રાઉઝર સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, જેનાથી ચીનને જોરદાર ઝટકો લાગ્યો છે, મોદી સરકારના આ નિર્ણયને કારણે ચીની કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થવાનું છે, દેશ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યો છે અને ચીનને તેની નફ્ફટાઇનો જવાબ મળી ગયો છે. 

અમે તમને જણાવી દઇએ કે લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાનો
શહીદ થયા પછી દેશમાં ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવા ઉગ્ર માંગ અને પ્રદર્શનો થઇ રહ્યાં છે, ભારતમાં ખાસ કરીને સોશિયલ મીડિયા અને મોબાઇલ બનાવતી ચીની કંપનીઓ કરોડો રૂપિયા કમાઇ રહી છે, અને હવે સરકારના આ મોટા નિર્ણયથી જનતા પણ ખુશ છે.

સરકારે આ મામલે કહ્યું છે કે દેશની સુરક્ષા અને સલામતી માટે ખતરારૂપ એવી 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ ભારતમાં અનેક ચીની કંપનીઓના ટેન્ડર રદ્દ કરીને ચીનને જવાબ આપવામાં આવ્યો છે, જેનાથી ચીનને કરોડો રૂપિયાનું નુકસાન થશે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch