Thu,25 April 2024,5:24 pm
Print
header

Team India ની જીતને ICCએ અનોખી રીતે બિરદાવી, ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ભારત ટોચ પર

નવીદિલ્હીઃ બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને સીરિઝ પર કબ્જો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 328 રનના ટાર્ગેટ સામે ભારતને જીતવા છેલ્લા દિવસે 324 રન કરવાના હતા. રોહિત શર્માની વહેલી વિકેટ ગુમાવ્યાં બાદ ચેતેશ્વર પુજારા અને શુભમન ગિલે બાજી સંભાળી હતી. ગિલ 9 રન માટે સદી ચુક્યો હતો.

પુજારાના આઉટ થયા બાદ રિષભ પંતે સ્કોર બોર્ડ ફરતું રાખ્યું હતું ભારતને જીત અપાવી હતી. ચોગ્ગો ફટકારીને રિષભ પંતે ભારતીય ટીમને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ભારતે 4 ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. જીત બાદ ટીમ પરથી ચોમેરથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી, પૂર્વ ક્રિકેટરો સહિત ભારતીય ટીમને અભિનંદન પાઠવી રહ્યાં છે. બીસીસીઆઈએ પાંચ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.

ભારતની જીત સાથે આઈસીસીએ પણ બિરદાવી છે. આઈસીસીએ તેનો ટ્વીટર બાયો પિક બદલીને ભારતીય ટીમે ટ્રોફી જીતી હોય તે રાખ્યો છે.જે ભારત માટે ગૌરવની વાત છે. ઉપરાંત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ભારત 430 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 332 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ 420 પોઇન્ટ સાથે બીજા, ઈંગ્લેન્ડ 352 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch