Sat,20 April 2024,3:21 pm
Print
header

IND vs SA: સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસીક પ્રથમ જીત, દક્ષિણ આફ્રિકાને 113 રને હરાવ્યું- Gujarat Post

દક્ષિણ આફ્રિકાઃ ટીમ ઈન્ડિયા (Team India)એ દક્ષિણ આફ્રિકા (South Africa) ને તેના જ ગઢમાં હરાવી ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે (Indian Cricket Team) પ્રથમ વાર ટેસ્ટ મેચમાં આવી જીત મેળવી છે. ભારતીય ટીમ ક્યારેય આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યુ નથી, એવામાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ જીત સાથે થતા સ્થિતી હકારાત્મક બની છે. બુમરાહ, શામી અને સિરાજની ત્રિપુટીએ જબરદસ્ત બોલીંગ વડે ભારતને જીત અપાવી છે.

લક્ષ્યનો પિછો કરતા આફ્રિકાના ઓપનર અને ટીમના કેપ્ટન ડિન એલ્ગરે અર્ધશતક ફટકાર્યું હતુ.તેણે 77 રનની ઇનીંગ રમી હતી. ચોથા દિવસે બીજા દાવની આફ્રિકાની બેટીંગની શરુઆતે પ્રથમ વિકેટ ઝડપવામાં શામીને સફળતા મળી હતી. એઇડન માર્ક્રમને તેણે બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ કિગન પીટરસનને સિરાજે પંતના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ડુસેનને જસપ્રિત બુમરાહે ક્લિન બોલ્ડ કરી પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. કેશવ મહારાજની વિકેટ ઝડપથી બુમરાહે બોલ્ડ કરીને મેળવતા ભારતીય ટીમ મજબૂત સ્થિતીમાં આવી ગયુ હતું.

આજે 94 રના સ્કોરથી રમતને આફ્રિકા એ આગળ વધારતા કેપ્ટન એલ્ગર અને ટેમ્બા બાવુમા (34) એ સંઘર્ષની શરુઆત કરી હતી. પરંતુ એલ્ગરની વિકેટ બુમરાહે ઝડપતા જ ભારતની જીત જાણે કે પાક્કી બની ગઇ હતી. ક્વિન્ટન ડીકોકે પણ સંઘર્ષનો પ્રયાસ કર્યો હતો તેણે 21 રન કર્યા હતા. ત્યારબાદ વિઆન મૂલ્ડર (01) ની વિકેટ સિરાજે ક્લિન બોલ્ડ કરીને ઝડપ થી મેળી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch