Mon,13 April 2026,1:21 pm
Print
header

રાજકોટમાં 22 ડિસેમ્બર 2026 ના રોજ ભારત- શ્રીલંકા વચ્ચે રમાશે T- 20 મેચ

  • Published By
  • 2026-03-26 15:42:28
  • /
  • રાજકોટમાં એક વર્ષમાં બીજી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે
  • સૌરાષ્ટ્રના ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ

રાજકોટઃ સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિયાઓ માટે આનંદના સમાચાર છે. વર્ષ 2026 માં રાજકોટને વધુ એક આંતરરાષ્ટ્રીય મેચની યજમાની મળી છે. આગામી 22 ડિસેમ્બર, 2026 ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટના મેદાન પર હાઈ-વોલ્ટેજ T- 20 ઇન્ટરનેશનલ મેચ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ મેચોની T- 20 સિરીઝનો આ પ્રથમ મુકાબલો હશે. રાજકોટના ખાંડેરી સ્થિત સ્ટેડિયમમાં આ મેચ રમાતા ફરી એકવાર ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે.

રાજકોટ માટે વર્ષ 2026 રમતગમતની દ્રષ્ટિએ ખૂબ જ યાદગાર બની રહેશે. પ્રથમ મેચ ચાલુ વર્ષે જ 14 જાન્યુઆરી, 2026 ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે (ODI) મેચ રમાઈ હતી.  હવે વર્ષના અંતે ડિસેમ્બરમાં ભારત-શ્રીલંકા વચ્ચે T- 20 મેચ રમાશે.

આમ, એક જ કેલેન્ડર વર્ષમાં બે મહત્વની ઇન્ટરનેશનલ મેચોની યજમાની મળતા સૌરાષ્ટ્રના ક્રિકેટ જગત અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch