Thu,25 April 2024,5:53 pm
Print
header

INDvAUS: આવતીકાલે અંતિમ વન ડે, વ્હાઇટ વોશથી બચવા ભારત પર જીતનું દબાણ

મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે આવતીકાલે ત્રીજી અને અંતિમ વન ડે રમાશે.સિડનીમાં રમાયેલી સીરિઝની પ્રથમ બે મેચ ગુમાવીને ટીમ ઈન્ડિયા (Team India) શ્રેણી હારી ચુક્યું છે. જેથી આવતીકાલે કેનબેરામાં રમાનારી વન ડે જીતવા ભારત પર દબાણ રહેશે.જો ભારત ત્રીજી વન ડે પણ હારી જશો તો 3-0થી વ્હાઇટ વોશ (White Wash) થશે.

પ્રથમ બે વન ડેમાં ઓસ્ટ્રેલિયા (Australia) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી બંને મેચમાં 370થી વધુનો જંગી સ્કોર ખડક્યો હતો. ઓસ્ટ્રેલિયાના તમામ બેટ્સમેનોએ મોટી અને આક્રમક ઈનિંગ રમી ચુક્યા છે, જ્યારે ભારતના એક પણ બેટ્સમેન (Indian Batsman) આક્રમક બેટિંગ કરી શક્યા નથી. ઉપરાંત ભારતના બોલરો પણ શરૂઆતમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છે, જેને કારણે બંને મેચમાં ઓસ્ટ્રેલિયાએ તોતિંગ સ્કોર ખડક્યો હતો.

ત્રીજી અને અંતિમ વન ડેમાં ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે. બેટિંગમાં મનીષ પાંડેને (Manish Pandey) અને બોલિંગમાં કુલદીપ યાદવ (Kuldeep Yadav)ને સ્થાન મળી શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ફેરફાર થશે. ઓસ્ટ્રેલિયાનો આક્રમક ઓપનર ડેવિડ વોર્નર (David Warner) બીજી વન ડેમાં ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થતાં અંતિમ વન ડે તથા ટી-20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch