Tue,17 June 2025,10:02 am
Print
header

પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ

  • Published By
  • 2025-05-13 19:57:00
  • /

શોપિયામાં ઘૂસણખોરી કરી રહ્યાં હતા લશ્કર-એ-તોઇબાના 3 આતંકવાદીઓ

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યાં

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધું છે કે પહેલા પીઓકે ખાલી કરો પછી જ તમારી સાથે કોઇ વાતચીત કરવામાં આવશે. વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે અમે કાશ્મીર મુદ્દે કોઇની પણ મધ્યસ્થી કરવામાં માંગતા નથી, અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું હતુ કે કાશ્મીર મુદ્દે હું હંમેશા મધ્યસ્થી કરવા તૈયાર છું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો છે તે POK ખાલી કરવું પડશે, સાથે જ સિંધુ જળ સમજૂતી કરાર રદ્ જ રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકીઓને પ્રોત્સાહન આપતું રહેશે ત્યાં સુધી તેની સાથે કોઇ વાતચીત થશે નહીં.
 
અમેરિકાએ દાવો કર્યો છે કે અમે ભારતને વેપાર સંબંધો તોડી નાખવાની ધમકી આપી હતી, જેથી યુદ્ધ રોકવું પડ્યું છે, જેની સામે વિદેશ મંત્રાલયે કહ્યું કે આવી કોઇ વાત થઇ જ નથી, અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પની વાતને ભારતે ફગાવી દીધી છે. માત્ર પાકિસ્તાને સામેથી યુદ્ધ અટકાવવા માંગ કરી હતી, જેની સામે ભારતે વિચારીને પછી આ નિર્ણય લીધો હતો.

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch